ભારતીય મૂળના અનીતા આનંદ બન્યા કેનેડાના વિદેશમંત્રી, ગીતા પર હાથ રાખી લીધા શપથ
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત કરી હતી

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંગળવારે તેમના મંત્રીમંડળમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તાજેતરમાં ફરીથી ચૂંટાયેલી લિબરલ સરકારે આ નિર્ણય લીધો હતો.
I am honoured to be named Canada’s Minister of Foreign Affairs. I look forward to working with Prime Minister Mark Carney and our team to build a safer, fairer world and deliver for Canadians. pic.twitter.com/NpPqyah9k3
— Anita Anand (@AnitaAnandMP) May 13, 2025
ગીતા પર હાથ રાખીને શપથ લીધા
મંગળવારે ગીતા પર હાથ રાખીને અનિતા આનંદે નવા વિદેશ મંત્રી તરીકે શપથ લીધા હતા. તે કેનેડાના વિદેશ મંત્રી બનનાર પ્રથમ હિન્દુ મહિલા પણ છે. કેનેડા અનેક વિદેશી બાબતોના પડકારોનો સામનો કરી રહ્યું છે.
મેલાની જોલીને ઉદ્યોગ મંત્રી બનાવાયા
આ વર્ષની શરૂઆતમાં જસ્ટિન ટ્રુડોના સ્થાને આવેલા અને ગયા મહિને ચૂંટણી જીતનારા કાર્નીએ મેલાની જોલીના સ્થાને અનિતા આનંદને વિદેશ પ્રધાન બનાવ્યા હતા. મેલાની જોલીને ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે. અનિતા આનંદે અગાઉ સંરક્ષણ પ્રધાન સહિત અનેક ભૂમિકાઓ સંભાળી છે.
ફાંસ્વા ફિલિપ શેમ્પેન નાણામંત્રી રહેશે.
ફાંસ્વા ફિલિપ શેમ્પેન નાણામંત્રી તરીકે યથાવત રહેશે જ્યારે ડોમિનિક લેબ્લાંક કેનેડા અને અમેરિકા વચ્ચેના ટ્રેડ વૉર વચ્ચે વેપાર મંત્રી યથાવત રહેશે. કાર્નીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કેનેડા પ્રત્યે દર્શાવવામાં આવેલા આક્રમણનો સામનો કરવાનું વચન આપીને વડાપ્રધાન પદ જીત્યું હતું.
કાર્નીએ જણાવ્યું હતું કે કેનેડિયનોએ આ નવી સરકારને અમેરિકા સાથે નવા આર્થિક અને સુરક્ષા સંબંધોને વ્યાખ્યાયિત કરવા અને બધા કેનેડિયનો માટે મજબૂત અર્થતંત્ર બનાવવા માટે મજબૂત જનાદેશ સાથે ચૂંટ્યા છે.
કાર્નીએ જણાવ્યું હતું કે 27 મેના રોજ સંસદ ફરી શરૂ થશે ત્યારે કિંગ ચાર્લ્સ III કેનેડિયન સરકારની પ્રાથમિકતાઓની રૂપરેખા આપતું ભાષણ આપશે.
પિતા તમિલનાડુના હતા અને માતા પંજાબના હતા
અનિતા આનંદનો જન્મ નોવા સ્કોટીયાના કેન્ટવિલેમાં થયો હતો. તેમના માતાપિતા ભારતીય ચિકિત્સકો હતા. તેમના પિતા તમિલનાડુના હતા અને માતા પંજાબના હતા. અનિતાને બે બહેનો છે, ગીતા આનંદ, જે ટોરન્ટોમાં વકીલ છે અને સોનિયા આનંદ, જે મેકમાસ્ટર યુનિવર્સિટીમાં ફિઝિશિયન અને સંશોધક છે.




















