શું તેલના ભાવ અમેરિકા નક્કી કરશે? ટ્રમ્પે એક ચોંકાવનારો કર્યો દાવો"વિશ્વના 68% તેલના માલિકી અમારી પાસે"
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં 74મા નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ દાવો કર્યો હતો કે, અમેરિકા અને વેનેઝુએલા મળીને વિશ્વના લગભગ 68 ટકા તેલ ભંડાર ધરાવે છે.

Donald Trump:યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા મળીને વિશ્વના કુલ તેલ ભંડારનો આશરે 68 ટકા હિસ્સો ધરાવે છે. ટ્રમ્પે વોશિંગ્ટનમાં 74મા 4મા નેશનલ પ્રેયર બ્રેકફાસ્ટ માં પોતાના સંબોધન દરમિયાન આ નિવેદન આપ્યું હતું.
ટ્રમ્પે કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સે આ વર્ષના જાન્યુઆરીમાં વેનેઝુએલા પર કબજો કર્યો હતો અને હવે તે તેની તેલ સંપત્તિનો ઉપયોગ કરશે. વેનેઝુએલાની આર્થિક સ્થિતિનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "તેઓ ઘણી મુશ્કેલીમાં હતા. છતાં તેમની પાસે વિશ્વમાં સૌથી વધુ તેલ છે, " ટ્રમ્પે કહ્યું કે, યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા મળીને વિશ્વના કુલ તેલ ભંડારનો 68 ટકા હિસ્સો ધરાવે છે.
વેનેઝુએલામાં યુએસ લશ્કરી કાર્યવાહી
ટ્રમ્પે જાન્યુઆરીની શરૂઆતમાં એક મોટા લશ્કરી કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં અમેરિકા વેનેઝુએલામાં ઘૂસી ગયું હતું અને રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને પકડી લીધા હતા. તેમણે આ કાર્યવાહીને એક મોટી લશ્કરી કાર્યવાહી ગણાવી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, "અમારી મુખ્ય અમેરિકન તેલ કંપનીઓ ત્યાં જશે, અબજો ડોલર ખર્ચ કરશે, બગડતી તેલ વ્યવસ્થાને ઠીક કરશે અને મોટા પાયે તેલ વેચશે."
અમે વેનેઝુએલા ચલાવીશું'
ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે, જ્યાં સુધી સત્તા ન બદલે અમે વેનેઝુએલાને ચલાવીશું, જોકે, આ દાવા અને લશ્કરી કાર્યવાહી અંગે કાનૂની પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, અને આ મામલો વિવાદાસ્પદ રહ્યો છે.
ટ્રમ્પનું તેલ અંગેનું નિવેદન
ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકા તેના તેલ વ્યવસાયને વધુ વિસ્તૃત કરશે અને વૈશ્વિક બજારમાં વેનેઝુએલાના તેલનું વેચાણ કરશે. વેનેઝુએલા પાસે વિશ્વનો સૌથી મોટો તેલ ભંડાર હોવાનું માનવામાં આવે છે, જે વિશ્વના કુલ તેલ ભંડારના આશરે 17 ટકા હિસ્સો ધરાવે છે.























