નવી દિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કેર અટકવાનુ નામ નથી લઇ રહ્યો, વૈશ્વિક આંકડો વધીને 70 લાખને પાર પહોંચી ગયો છે, વળી મહામારીની ઝપેટમાં આવીને મરનારાઓની સંખ્યા હવે ચાર લાખથી વધુ થઇ ગઇ છે.
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાના 213 દેશોમાં સોમવાર સવાર સુધી 70 લાખ 81 હજાર લોકો કોરોના સંક્રમણથી સંક્રમિત થાય છે. જેમાં મરનારાઓની સંખ્યા 4 લાખ 5 હજાર રહી છે, જોકે આ દરમિયાન 34 લાખ 55 હજાર 099 લોકો સાજા થઇને ઘરે પણ પહોંચ્યા છે.
કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા છે, અહીં કુલ 1 લાખ 12 હજાર 469 મોત થયા છે, સાથે સંક્રમણના સર્વાધિક 20 લાખ 07 હજાર 449 કેસો નોંધવામાં આવ્યા છે. કોરોના સંક્રમણના 6 લાખ 91 હજાર 962 કેસોની સાથે બ્રાઝિલ બીજા નંબરનો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. રશિયા 4 લાખ 67 હજાર 673 કેસોની સાથે આ લિસ્ટમાં ત્રાજા નંબરે છે. હાલની સ્થિતિમાં જોઇએ તો બ્રાઝિલમાં સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે, બ્રાઝિલ બાદ રશિયા અને ભારતમાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી વધુ ઝડપથી ફેલાઇ રહી છે.
બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઇટલી, ભારતાં કોરોનાના કેસોની સંખ્યા બે લાખને પાર પહોંચી ચૂકી છે, આ ઉપરાંત આઠ દેશ એવા છે જ્યાં એક લાખથી વધુ કોરોનાના કેસ છે.
દુનિયામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 70 લાખને પાર, 4 લાખથી વધુ લોકોએ ગુમાવ્યા જીવ, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
08 Jun 2020 10:26 AM (IST)
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાના 213 દેશોમાં સોમવાર સવાર સુધી 70 લાખ 81 હજાર લોકો કોરોના સંક્રમણથી સંક્રમિત થાય છે. જેમાં મરનારાઓની સંખ્યા 4 લાખ 5 હજાર રહી છે, જોકે આ દરમિયાન 34 લાખ 55 હજાર 099 લોકો સાજા થઇને ઘરે પણ પહોંચ્યા છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -