દુનિયાભરમાં કોરોનાથી અત્યાર સુધી 9.24 લાખ દર્દીઓનાં મોત, આ 10 દેશોમાં સૌથી વધુ કેસ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 13 Sep 2020 09:12 AM (IST)
વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ 89 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 9 લાખ 24 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે.
Coronavirus: દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ત્રણ કરોડની નજીક પહોંચી ગઈ છે. દરરોજ ત્રણ લાખ નવા કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં 2.81 લાખ નવા કેસ સામે આવ્યા છે અને 4961 લોકોના મોત થયા છે. જો કે, રાહતની વાત એ છે કે, અત્યાર સુધી બે કરોડથી વધુ લોકો સાજા થયા છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં અત્યાર સુધી 2 કરોડ 89 લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 9 લાખ 24 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે 2 કરોડ 8 લાખ દર્દીઓ સાજા થયા છે. સમગ્ર દુનિયામાં 72 લાખ એક્ટિવ કેસ છે, જેમની સારવાર ચાલી રહી છે. કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોના કેસ અને મોતની સંખ્યામાં ઘટાડો આવ્યો છે. ભારતમાં હાલમાં કોરોનાના કેસ દરરોજ સૌથી વધુ આવી રહ્યા છે. જો કે, હાલમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 66 લાખ 76 હજારથી વધુ લોકો સંક્રમણનો શિકાર થયા છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 38 હજારથી વધુ નવા કેસ આવ્યા છે. બ્રાઝીલમાં 24 કલાકમાં 31 હજાર કેસ નોંધાયા છે. ભારત દુનિયામાં કોરોના કેસ મામલે બીજા નંબરે છે. અમેરિકા: કેસ- 6,676,099, મોત- 198,124 ભારત: કેસ- 4,751,788,મોત- 78,614 બ્રાઝીલ: કેસ- 4,315,858, મોત- 131,274 રશિયા: કેસ- 1,057,362, મોત- 18,484 પેરૂ: કેસ- 722,832, મોત- 30,593 કોલંબિયા: કેસ - 708,964, મોત- 22,734 સાઉથ આફ્રિકા: 648,214, મોત- 15,427 મેક્સિકો: કેસ-658,299, મોત-70,183 સ્પેન: કેસ- 576,697, મોત-29,747 અર્જેટીના: કેસ - 546,481, મોત- 11,263 23 દેશોમાં 2 લાખથી વધુ કોરોના કેસ દુનિયાના 23 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાખને પાર પહોંચી છે. જેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઈટલી, જર્મની અને બાંગ્લાદેશ સામેલ છે. દુનિયામાં 60 ટકા(5 લાખ) લોકોના મોત માત્ર છ દેશોમાં થયા છે. આ દેશમાં અમેરિકા, બ્રાઝીલ, મૈક્સિકો,ભારત, બ્રિટન, ઈટલી છે. દુનિયાના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 70 હજારથી વધુ મોત થયા છે. આ ચાર દેશોમાં કુલ 4. 78 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સંખ્યા દુનિયામાં મૃત્યુઆંકના કુલ 52 ટકા છે. ભારત દુનિયામાં સૌથી વધુ કોરોના કેસ મામલે બીજા નંબર પર છે, એટલું જ નહીં સૌથી વધુ મોત મામલે ત્રીજા નંબરે છે. સાથે જ ભારત બીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.