જો બાઈડને સાત ભારતીય પુરૂષોને મહત્વના હોદ્દા પર નિમ્યા, ગુજરાતી પટેલને અપાયો ક્યો મોટો હોદ્દો ?
વિદુર શર્મા કોવિડ-19 રિસ્પોન્સ ટીમના ટેસ્ટિંગ એડવાઇઝર છે. ઓબામા સરકારમાં હસ્તાક્ષર કાર્યક્રમ લાગુ કરવામાં તેમનું મહત્વનું યોગદાન હતું.
તરૂણ છાબડા ટેકનોલોજી અને નેશનલ સિક્યોરિટીના સીનિયર ડાયરેક્ટર છે. ઓબામા સરકારમાં તેઓ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ સ્ટાફમાં સ્ટ્રેટેજિક પ્લાનિંગ ડાયરેક્ટર અને હ્યુમન રાઇટ્સ એન્ડ નેશનલ સિક્યોરિટી ઇશ્યૂઝ ડાયરેક્ટર રહી ચુક્યા છે.
ગૌતમ રાઘવન ઓફિસ ઓફ પ્રેસિડેંશિયલમાં પર્સનેલના ડેપ્યુટી ડાયરેક્ટર છે. અમેરિકામાં સમલૈંગિક અધિકારોના આંદોલનના તેઓ મુખ્ય સભ્ય છે.
વિનય રેડ્ડી બાઇડેન-હેરિસ કેમ્પન દરમિયાન સીનિયર એડવાઇઝર અને સ્પીચ રાઇટર તરીકે કામ કરી ચુક્યા છે. ઓબામાના બીજડા કાર્યકાળમાં રેડ્ડી તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ જો બાઇડેનના મુખ્ય સ્પીચ રાઇટર હતા.
વેદાંત પટેલ બાઇડેનના કેમ્પેનનો હિસ્સો રહી ચુક્યા છે. તેઓ રીજનલ કમ્યુનિકેશંસના ડાયરેક્ટર રહી ચુક્યા છે. હાલ તેઓ ઈઈડેન ઈનોગરલના વરિષ્ઠ પ્રવક્તા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન નેવાડા અને વેસ્ટર્ન પ્રાઇમરી સ્ટેટ્સ કમ્યુનિકેશન ડાયરેક્ટર તરીકે કામ કરી ચુક્યા છે.
ભરત રામ મૂર્તિ હાલ રૂઝવેલ્ટ ઈન્સ્ટીટ્યૂટમાં કોર્પોરેટ પાવર પ્રોગ્રામના મેનેજિંગ ડાયરેકટર છે.
ડો. વિવેક મૂર્તિ અમેરિકાના 19માં જનરલ સર્જન હતા. 2014માં ઓબામાએ તેમને આ પદ પર નિયુક્ત કર્યા હતા. આ પદ હાંસલ કરનારા સૌથી ઓછી વયના અને પ્રથમ ભારતીય-અમેરિકન વ્યક્તિ હતા. બાઇડેનની કોવિડ ટાસ્ટ ફોર્સમાં તેઓ ટોપ એડવાઇઝર હતા.
અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જો બાઇડેને વ્હાઇટ હાઉસ ચલાવવા બે કાશ્મીરી મહિલાઓ સહિત 20 ભારતીય અમેરિકનોની અલગ અલગ જગ્યાએ નિમણુંક કરીને પોતાના નીતિને સ્પષ્ટ કરી હતી. જેમાં બે ગુજરાતી પણ છે. કુલ અમેરિકનોમાં માત્ર એક ટકા જ વસ્તી ધરાવતા ભારતીયો માટે આ એક ગૌરવની વાત છે. નિમણુંક પામેલાઓ પૈકી 17 જણા વ્હાઇટ હાઉસમાં બેસીને કામ કરશે.