બૉલીવુડનો કયો હીરો આંદોલનમાં ખેડૂતોની વચ્ચે જઇને બેસી ગયો, ને પછી સ્ટેજ પર જઇને મોદી સરકારને શું કરવા કહ્યું, જુઓ તસવીરો
દિલજીત દોસાંજે આંદોલનમાં ખેડૂતોને સંબોધન કરતા મંચ પરથી કહ્યું કે, તમને બધાને સલામ, ખેડૂતોએ એક નવો ઇતિહાસ રચી દીધો. આ ઇતિહાસ વિશે આવનારી પેઢીઓને બતાવવામાં આવશે. ખેડૂતોના મુદ્દોઓને કોઇપણ રીતે ભડકાવવા ના જોઇએ.
તેને કહ્યું કે, કેન્દ્રની મોદી સરકારને માત્ર એક ભલામણ છે. કૃપા કરીને ખેડૂતોની માંગો પુરી કરો. દરેક વ્યક્તિ અહીં શાંતિથી બેઠો છે અને દેશ આખો ખેડૂતોની સાથે છે.
દિલજીત દોસાંજ બૉલીવુડ એક્ટરની સાથે સાથે પંજાબી ગાયક પણ છે, થોડાક દિવસો પહેલા દિલજીત દોસાંજ અને અભિનેત્રી કંગના રનૌત વચ્ચે ખેડૂતો આંદોલનના મુદ્દે ટ્વીટર પર જોરદાર તકરાર પણ થઇ હતી.
નવી દિલ્હીઃ અભિનેતા અને સિંગર દિલજીત દોસાંજે હવે ખેડૂતોના આંદોલનને સમર્થન આપ્યુ છે. તેને શનિવારે સાંજે હરિયાણા-દિલ્હીની સિન્ધુ બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં જઇને સરકાર સામે બાંયો ચઢાવી હતી.
ઉલ્લેખનીયે છે કે પંજાબ અને હરિયાણા સહિત દેશભરના ખેડૂતો અત્યારે દિલ્હીમાં બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે. કૃષિ બિલને લઇને ખેડૂતોએ કેટલાક સુધારા માંગ્યા છે, અને સરકાર અને ખેડૂતો વચ્ચે પાંચમા તબક્કાની બેઠક થઇ ચૂકી છે. પરંતુ કોઇ નિકાલ આવી શક્યો નથી.
ઉગ્ર બની રહેલા ખેડૂતો આંદોલનને જોતા કેટલાક સુત્રોએ માહિતી આપી છે કે સરકાર હવે કૃષિ બિલમાં કેટલાક સંશોધનો કરવા તૈયાર છે. જોકે હજુ સુધી આ અંગે કોઇ સત્તાવાર માહિતી નથી.