વજન ઓછુ કરતાં જ આ એક્ટરની ખુલી ગઇ કિસ્મત, મોટા ડાયરેક્ટરે આપી ફિલ્મની ઓફર, જાણો વિગતે
એક ન્યૂઝ પોર્ટલમાં મુકેશ છાબડાએ જણાવ્યુ કે, અને સંભાવનાઓને શોધી રહ્યાં છીએ, તેને વાપસી કરી લીધી છે, ખુબ સરસ લાગી રહ્યો છે. મુકેશની આ વાત ફરદીન ખાન પર સંકેત છે.
પરંતુ ખાસ વાત છે કે વજન ઓછુ કરતાં જ ફરદીન ખાન કિસ્મત ચમકી ગઇ છે. તેને મોટા ફિલ્મ મેકર તરફથી ફિલ્મ ઓફર થઇ છે. રિપોર્ટ છે કે દિલ બેચારા ફેમ ડાયરેક્ટર મુકેશ છાબડા સાથે તેને કામ કરવાની ઓફર મળી છે.
તાજેતરમાંજ એક્ટરની સોશ્યલ મીડિયામાં કેટલીક તસવીરો વાયરલ થઇ છે. જેમાં તે ફેટમાંથી ફિટ દેખાઇ રહ્યો છે. વજન ઓછુ થયા બાદ તે એકદમ ડેશિંગ લાગી રહ્યો છે.
હવે અચાનક ફરી એકવાર ફરદીન ખાન ચર્ચાએ ચઢ્યો છે. આ ચર્ચાનુ કારણ છે તેનુ વજન. એક સમયે ફીટ રહી ચૂકેલો ફરદીન થોડાક સમય બાદ એકદમ ફેટ બની ગયો હતો. હવે ફરી તે ફેટમાંથી ફિટ થઇ ગયો છે. તેને એક ઝાટકે પોતાનુ વજન ઓછુ કરીને બધાને ચોંકાવી દીધા છે.
મુંબઇઃ લાંબા સમયથી લાઇમ લાઇટથી દુર રહેલો એક્ટર ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. આ એક્ટરનુ નામ છે ફરદીન ખાન. ફરદીન ખાને વર્ષ 1998માં જ ફિલ્મોમાં ડેબ્યૂ કરી લીધુ હતુ, પરંતુ બાદમાં તે ફિલ્મોથી દુર થઇ ગયો હતો.