રણબીર કપૂરને છોડીને આ મિત્રો સાથે માલદીવમાં વેકેશન એન્જૉય કરી રહી છે આલિયા ભટ્ટ, સમુદ્ર કિનારાની તસવીરો વાયરલ
આ ઉપરાંત આલિયા થોડાક દિવસો પહેલા રણબીરની સાથે સમય વિતાવવા માટે દિલ્હી પણ ગઇ હતી, જ્યાં તેને રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીના ઘરે ડિનર પણ કર્યુ હતુ. રિદ્ધિમાની કેટલીક તસવીરો પણ શેર કરી હતી.
એક મહિનાની અંદર બીજીવાર વેકેશન પર ગઇ છે, આ પહેલા તે ન્યૂ ઇયર સેલિબ્રેટ કરવ રણબીર કપૂર અને ફેમિલીની સાથે રણથમ્ભોર ગઇ હતી.
આલિયા ગંગુબાઇના શૂટિંગમાં એટલી વધારે બિઝી થઇ ગઇ હતી કે તે સેટ પર જ બેભાન થઇ ગઇ હતી. આ પછી થોડોક સમય આરામ કર્યા બાદ આલિયાએ શૂટિંગ ફરીથી શરૂ કરી દીધી હતી.
તસવીરોમાં તમે જોઇ શકો છો કે આલિયા આ દરમિયાન પોતાના મિત્રોની સાથે કેટલી મસ્તી કરી રહી છે.
આલિયા આજકાલ ફિલ્મ ગંગુબાઇનુ શૂટિંગમાં બિઝી છે, અને શૂટિંગમાંથી થોડોક બ્રેક લઇને તે રજાઓ ગાળવા નીકળી પડી છે.
હૉલીડે પર ત્રણેય પુલમાં વાઇનની મજા ઉઠાવી અને કલરફૂલ સ્વિસૂટમાં સેલ્ફી ક્લિક કરી.
આલિયા ક્યારેક પૂલમાં તો ક્યારેક સમુદ્ર કિનારે પોતાની ગર્લગેન્ગની સાથે વેકેશનની મજા લેતી દેખાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે આલિયાની સાથે આ પ્રવાસ રણબીર કપૂર નથી પરંતુ તે પોતાના મિત્રોની સાથે અહીં અન્જૉય કરી રહી છે.
લેટેસ્ટ તસવીરોમાં આલિયા માલદીવમાં સમુદ્ર કિનારે પૉઝ આપતી દેખાઇ રહી છે.
આલિયાએ આ લેટેસ્ટ તસવીર ઇન્ટાગ્રામ દ્વારા શેર કરી છે.
મુંબઇઃ એક્ટ્રેસ આલિયા ભટ્ટ આજકાલ હૉલિડે મૂડમાં છે, તે પોતાના મિત્રો અને બહેન શાહીન સાથે માલદીવમાં વેકેશન એ્ન્જૉય કરી રહી છે. શાહીન અને આલિયાની દોસ્ત આકાંક્ષા રંજન સોશ્યલ મીડિયા પર આ ટ્રિપની તસવીરો શેર કરી રહી છે.