શોપિંગ મોલમાં એક્ટ્રેસ સાથે યુવકે કરી એવી અશ્લીલ હરકત કે એક્ટ્રેસ સ્તબ્ધ થઈ ગઈ, જાણો વિગત
કોઈ આ પ્રકારની હરકત કરી શકે તે હું માની શકતી નહોતી, જે બાદ તેઓ ચાલ્યા ગયા. પરંતુ પીછો કરીને કાઉન્ટર સુધી આવી પહોંચ્યા અનેમને મારી ફિલ્મ તથા કામને લઇ પૂછવા લાગ્યા. આ બધુ જોઈ મારી માતા પણ ત્યાં આવી પહોંચી. જેને જોઈ બંને ત્યાંથી ફરાર થઈ ગયા. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેણે લખ્યું, બે લોકોએ મોલમાં મારો પીછો કર્યો, જ્યાં વધારે ભીડ નહોતી. બંને લાંબા સમય સુધી તો મને જોતા રહ્યા અને બાદમાં એક મારી કમરની નીચે હાથ રાખી દીધો. પહેલા તો મને લાગ્યું કે ભૂલ થઈ હશે પરંતુ મને પછી ખબર પડી કે આ જાણી જોઈને કરવામાં આવ્યું હતું. ઘટના બાદ હું સ્તબ્ધ રહી ગઈ હતી. જેવી મેં ત્યાંથી નીકળવાની કોશિશ કરી બંનેએ મને ઘેરી લીધી. આ જોઈને મારી બહેન મારી પાસે આવી ગઈ અને પૂછ્યું બધું બરાબર છે ને. આ ખૂબ વિચિત્ર હતું.
તેણે લખ્યું, હું સ્તબ્ધ થઈ ગઈ હોવાથી તાત્કાલિક કોઇ પ્રતિક્રિયા આપી નહોતી. અભિનેત્રીએ પોસ્ટ કરીને લખ્યું, હું મારી માતા તથા બહેન સાથે મોલમાં ગઇ હતી. જ્યાં બે યુવક પહેલા જ તેનો પીછો કરતા હતા. બાદમાં મને અયોગ્ય રીતે સ્પર્શવાની કોશિશ કરી, એટલું જ બંને પુરુષોએ મારી સાથે વાત કરવાની કોશિશ પણ કરી.
એક મલયાલમ અભિનેત્રીએ ગુરુવારે તેની સાથે મોલમાં દુર્વ્યવહાર થયો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વ્યવહારથી તેણે સ્તબ્ધ થઈ ગઈ હતી અને ઘટના અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જે બાદ કેરળમાં આ ઘટનાની વ્યાપક નિંદા કરવામાં આવી હતી. અભિનેત્રી અના બેનએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, તે પોતાની મા, બહેન અને ભાઈ સાથે ખરીદી કરવા ગઈ ત્યારે એક ભયાનક અનુભવમાંથી પસાર થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -