ટીવી સીરિયલોની વધુ એક જાણીતી એક્ટ્રેસનો કોરોનાએ લીધો ભોગ, જાણો કોનું થયું મોત? કોરોનાના કારણે શું થઈ હતી તકલીફ?
દિવ્યાની મિત્ર અને એક્ટ્રેસ દેવોલીના ભટ્ટાચાર્યએ ઇન્સ્ટાગ્રામ પર એક મેસેજ લખીને દુઃખ વ્યક્ત કર્યુ છે. તેને લખ્યું- જ્યારે કોઇ કોઇની સાથે ન હતુ ત્યારે બસ તુ હોતી હતી. દિલની વાત કહી શકતી હતી. આમ દેવોલીનાએ પોતાની પૉસ્ટમાં એક્ટ્રેસ માટે દુઃખ વ્યક્ત કરીને પોતાની પળોને યાદ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરિપોર્ટ છે કે કોરોનાની સાથે સાથે નિમોનિયા પણ થયો હતો, અને બાદમાં હાલત ગંભીર થઇ ગઇ હતી. ઓક્સિજન લેવલ પણ ઓછુ થઇ રહ્યું હતુ. જેના કારણે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. પંરતુ આજે સવારે 34 વર્ષીય એક્ટ્રેસ દિવ્યા ભટનાગરે દુનિયાને અલવિદા કહી દીધુ છે.
34 વર્ષીય એક્ટ્રેસ દિવ્યા ભટનાગરને કોરોનાનો ચેપ લાગ્યો હોવાના કારણે ગોરેગાંવની એસઆરી હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવી હતી.
ટીવી સીરિયલ યે રિશ્તા ક્યાં કહલાતા હૈમાં ગુલાબોની ભૂમિકા ભજીવીને એક્ટ્રેસ લોકપ્રિયતા હાંસલ કરી હતી. પરંતુ કોરોના વાયરસનો શિકાર બનતા જ તેની તબિયત લથડી અને બાદમાં તેનુ મોત થયુ હતુ.
મુંબઇઃ ટીવી ઇન્ડસ્ટ્રીને સોમવારે સવારે એક મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ છે કે છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર જિંદગી જીવી રહેલી એક્ટ્રેસ જિંદગીનો જંગ હારી ગઇ છે. આ એક્ટ્રેસનુ નામ છે દિવ્યા ભટનાગર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -