ક્રાઈમ પેટ્રોલમાંથી અનુપ સોની બહાર, તેના સ્થાને આ હૉટ એક્ટ્રેસ બનશે એન્કર, જાણો વિગત
આ પ્રૉમોના કેપ્શનમાં લખ્યું છે - #WomenAgainstCrime દિવ્યાંકા ત્રિપાઠીની સાથે. આમ તો ક્રાઇમ પેટ્રૉલ ટીવીના પૉપ્યુલર શૉમાનો એક શૉ છે. આમાં કેટલી કહાનીઓ એવી બતાવવામાં આવી જેનાથી આપણે અજાણ છીએ. (ફાઇલ તસવીર)
આવામાં શૉના પૂર્વ હૉસ્ટ અનુપ સોનીનો ડાયલૉગ સાવધાન રહિએ સતર્ક રહિએ. આજે પણ દરેકના મોઢે છે. હવે આ વખતે આ શૉ કહી રહ્યો છે ન સહમેંગી, ન ડરેંગી, ન રુકેંગી, જાગ જાગ નારી તૂ, એક ઔરત પર વાર અબ હર ઔરત કા ભાર. (ફાઇલ તસવીર)
ખરેખરમાં દિવ્યાંકા ત્રિપાઠી તે મહિલાઓની કહાની સામે લઇને આવવાની છે, જેમને અન્યાય સામે પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેનો નવો શૉ સોની ટીવી પર આવવાનો છે. (ફાઇલ તસવીર)
મુંબઇઃ ટીવીનો પૉપ્યુલર શૉ ક્રાઇમ પેટ્રૉલમાં હવે મોટો ફેરફાર દેખાશે. રિપોર્ટ છે કે ક્રાઇમ પેટ્રૉલમાં અનુપ સોની જગ્યાએ ટીવીની હૉટ એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી દેખાશે, દિવ્યાંકા હવે એક નવી પ્રૉડક્ટ સાથે નાના પડદા પર દેખાવવાની છે. (ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)
આ શૉ આગામી 21 ડિસેમ્બરથી શરૂ થવા જઇ રહ્યો છે, અને આને દિવ્યાંકા ત્રિપાઠી હૉસ્ટ કરવાની છે. પ્રૉમોમાં દિવ્યાંકા નારીને જગાવવાનો સંદેશ આપી રહી છે. (ફાઇલ તસવીર)
આ નવા શૉનો પ્રૉમો પણ આવી ગયો છે. આ નવો શૉ ક્રાઇમ પેટ્રૉલ સતર્ક છે. જેમાં એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠી હૉસ્ટ તરીકે દેખાવવાની છે. એટલે કે હવે ક્રાઇમ પેટ્રૉલમાં અનુપ સોની નહીં દેખાય.v