ભારત બંધ થતાં કઇ એક્ટ્રેસ ગિન્નાઇ ને બોલી લાવો કુહાડી ને........
કંગનાએ પોતાના ટ્વીટમાં સદગુરુનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં વિરોધને લઇને વાત કરતા દેખાઇ રહ્યાં છે.
અગાઉ કંગના રનૌત ખેડૂત આંદોલનને લઇને પોતાના ટ્વીટને લઇને પણ ખુબ ચર્ચામાં આવી હતી. કંગનાએ પોતાના ટ્વીટમાં એક ઘરડા ડોશીનો વીડિયો શેર કર્યો હતો. આ પછી કંગના અને એક્ટર દિલજીત દોસાંજ વચ્ચે ટ્વીટર વૉર છેડાઇ ગયુ હતુ.
વીડિયો શેર કરતાં કંગનાએ લખ્યું- આવો ભારતને બંધ કરી દઇએ, આમ તો તૂફાનોની કમી નથી આ નાવને, પણ લાવો કુલ્હારી થોડાક કાણા પણ કરીએ દઇએ, રહી રહીને રોજ મરે છે દરેક આશા અહીંયા. દેશભક્તોને કહો પોતાના માટે દેશનો એક ટુકડો હવે તમે પણ માંગી લો, આવી જાઓ રસ્તાં પર અને તમે પણ ધરણાં આપો, ચાલો આજે આ કિસ્સો જ ખતમ કરી દઇએ છીએ.
કંગનના આ ટ્વીટમાં સોશ્યલ મીડિયા યૂઝર્સની જબરદસ્ત કૉમેન્ટ્સ મળી રહી છે. આમાં કેટલાક યૂઝર્સ કંગનાનો ખોટી ગણાવી રહ્યાં છે, તો વળી કેટલાક સમર્થનમાં ઉતર્યા છે.
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતે ફરી એકવાર પોતાના ટ્વીટથી બધાને ચોંકાવી દીધા છે, કંગનાએ આજે ભારત બંધને લઇને ટ્વીટ કર્યુ છે, આ ટ્વીટ ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે. ખરેખર કંગના રનૌત ભારત બંધના વિરોધમાં છે.