ધર્મના નામે બૉલીવુડ છોડનારી કઇ એક્ટ્રેસે પતિ સાથેની હનીમૂન મનાવતી તસવીરો કરી શેર, તસવીરો વાયરલ
ખાસ વાત છે કે સના ખાને ઇસ્લામનો હવાલો આપતા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધુ હતુ. આના થોડાક જ સમયમાં તેના નિકાહના સમાચારોએ બધાને ચોંકાવી દીધા હતા.
ઉલ્લેખનીય છે કે સના ખાન અને અનસ સૈયદે 20 નવેમ્બરે લગ્ન કરી લીધા હતા.
સના ખાન અને મુફ્તી અનસના આ વીડિયો પર લોકો ખુબ કૉમેન્ટ કરી રહ્યાં છે, અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
સના આ દરમિયાન પોતાનો ચહેરો બુરખાથી ઢાંકી રાખ્યો છે, તો વળી કોરોનાથી બચવા માટે અનસ પણ માસ્ક લગાવેલો દેખાઇ રહ્યો છે.
તસવીરોમાં તમે જોઇ શકો છો કે આ દરમિયાન સના અને અનસ એકબીજાની સાથે એકદમ ખુશ દેખાઇ રહ્યાં છે.
સના ખાન અને તેના પતિએ હનીમૂન માટે કાશ્મીરને પસંદ કર્યુ છે, આવામાં બન્ને ધરતીની જન્નત ગણાતા કાશ્મીરમાં એક બીજાની સાથે ક્વૉલિટી ટાઇમ સ્પેન્ડ કરી રહ્યાં છે.
મુંબઇઃ અભિનેત્રી સના ખાન ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડવા અને પોતાના નિકાહને લઇને ખુબ ચર્ચામાં છે. આવામાં હવે સોશ્યલ મીડિયા પર તેને પતિ સંગ હનીમૂનની તસવીરો શેર કરી છે, જે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે.