આ એક્ટ્રેસે કરાવવી પડી ઈમર્જન્સી સર્જરી, જાણો અચાનક શું થઈ હતી તકલીફ કે હૉસ્પિટલમાં લઈ જવી પડી?
શ્રુતિની આ પોસ્ટ પર લોકોએ પ્રતિક્રિયા આપી છે. શ્રુતિના ચાહકોએ લખ્યુ, વર્ષ 2020 કોઈ માટે સારું રહ્યું નથી. તમે તમારો ખ્યાલ રાખજો. (ફાઇલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ ટીવી એક્ટ્રેસ શ્રુતિ સેઠ તાજેતરમાં ઈમરજન્સી સર્જરી કરાવી છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા લોકોને જાણકારી આપી છે. શ્રુતિએ જણાવ્યું, અચાનક તબિયત ખરાબ થઈ ગઈ હતી. જે બાદ ડોક્ટરોએ ઈમરજન્સી સર્જરી કરાવવાની સલાહ આપી હતી. હાલ તબિયત પેહેલા કરતાં સારી છે. (ફાઇલ તસવીર)
(ફાઇલ તસવીર)
શ્રુતિએ શરારત, દેશમાં નિકલા હોગા ચાંદ, ક્યો હોતા હૈ પ્યાર અને કોમેડી સર્કસ જેવા શો ઉપરાંત અનેક ફિલ્મોનો હિસ્સો રહી છે. તેણે ખૂબ ઓછા સમયમાં લોકોના દિલમાં સ્થાન જમાવ્યું છે. આ ઉપરાંત શ્રુતિએ ફના, રાજનીતિ, આગે સે રાઇટ જેવી ફિલ્મોમાં રોલ કર્યો છે. (ફાઇલ તસવીર)
એક યૂઝરે લખ્યું, અચાનક હાલત કેવી રીતે બદલાઈ જાય છે તે ખબર પણ પડતી નથી. તમે વધારે ન વિચારો, આરામ કરો. (ફાઇલ તસવીર)
શ્રુતિએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર ફોટો શેર કર્યો. જેમાં લખ્યું, આખરે વર્ષ 2020 મારા માટે પણ ખરાબ બનીને આવ્યું. હું ઈચ્છતી હતી કે ક્રિસમસ એન્જોય કરું, ન્યૂ યર સેલિબ્રેટ કરું પરંતુ સંજોગવશાત થઈ શક્યુ નથી. મારે ઇમરજન્સી સર્જરી કરાવવી પડી છે. તેણે કહ્યું, સમય આપણને ઘણું શીખવે છે. તમે દરેક સમય સ્વસ્થ ન રહી શકો. (ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -