બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસને ફિલ્મમાં ગુજરાતી છોકરીનો રૉલ કરવા બનાવવી પડી એથ્લિટ જેવી બૉડી, સખત કસરત કરીને કેવુ થઇ ગયુ શરીર, જુઓ તસવીરો
આ ચીયરફૂલ તસવીરોની સાથે તાપસીએ એક કેપ્શનમાં એથ્લિટ વિશે લખ્યું છે- જો તમારાથી ક્યારેય છુટી ગયુ હોય તો.... તે મુશ્કુરાય પણ છે.
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ તાપસી પન્નૂ રશ્મિ રૉકેટ ઉપરાંત હસીન દિલરૂબા અને સ્પૉર્ટ્સ ડ્રામા શાબાશ મિઠુમાં પણ કામ કરવાની છે, શાબાશ મીઠુ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની પૂર્વ કેપ્ટન મિતાલી રાજની બાયૉપિક છે.
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂએ પોતાની અપકમિંગ ફિલ્મ રશ્મિ રૉકેટ પર કામ શરૂ કરી દીધુ છે. એક્ટ્રેસ ફિલ્મ માટે શૂટિંગ કરી રહી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ એક એથ્લિટની ભૂમિકામાં છે.
આમ એક્ટ્રેસ તો રશ્મિ રૉકેટનુ શૂટિંગ લૉકડાઉન પહેલા જ કરવા જવાની હતી, પરંતુ કોરોના વાયરસના કારણે આગળનુ શૂટિંગ ટળી ગયુ હતુ. એક્ટ્રેસે બે મહિના સુધી એથ્લિટ જેવી બૉડી બનાવવા કામ કર્યુ છે.
તાપસીની રશ્મિ રૉકેટ ફિલ્મ એક ગુજરાતી બેઝ ફિલ્મ છે, ફિલ્મમાં રશ્મિ નામની એક ગુજરાતી છોકરીની કહાની છે, જે એક ફાસ્ટ રનર છે, અને ગામવાળાઓએ તેને રૉકેટ નામ આપ્યુ છે.
રશ્મિ રૉકેટ ફિલ્મનુ નિર્દેશન આકર્ષ ખુરાના કરી રહ્યાં છે, અને ફિલ્મ ગુજરાતમાં આધારિત છે.
આ બધાની વચ્ચે એક્ટ્રેસ તાપસી પન્નૂએ ફિલ્મના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સખત મહેનત કરતી દેખાઇ રહી છે, એક્ટ્રેસ એક એથ્લિટના લૂકમાં દેખાવવા માટે આવી મહેનત કરી રહી છે. તાપસીએ એથ્લિટ જેવી બૉડી લાવવા માટે પોતાની બૉડી પર ખુબ કામ કર્યુ છે.