ઓગસ્ટનું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે રહી શકે છે ભારે! આવી શકે છે મોટી મુશ્કેલી, જાણો બચવાના ઉપાયો
વર્ષ 2026નું બીજું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટના રોજ થવાનું છે. જાણીએ કઇ ત્રણ રાશિ પર ચંદ્ર ગ્રહણની નકારાત્મક અસર થઇ શકે છે
Continues below advertisement

પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/5
28 ઓગસ્ટે વર્ષ 2026નું બીજું ચંદ્રગ્રહણ લાગવાનું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ ગ્રહણ ત્રણ રાશિના જાતકો માટે પડકારજનક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોએ ખાસ સાવચેતી રાખવાની જરૂર રહેશે. 28 ઓગસ્ટ બાદના આગામી 15 દિવસ દરમિયાન ધન, સ્વાસ્થ્ય અને સંબંધોના મામલામાં વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપવામાં આવે છે. ચાલો જાણીએ ચંદ્રગ્રહણનો સમય અને તેની સંભવિત અસર. ચંદ્રગ્રહણનો સમય
2/5
ચંદ્રગ્રહણનો સમય- ઓગસ્ટ મહિનાનું બીજું ચંદ્રગ્રહણ 28 ઓગસ્ટે લાગશે. ગ્રહણની શરૂઆત સવારે અંદાજે 8:04 વાગ્યે થશે અને તેનું સમાપન 11:22 વાગ્યે થશે. આ ચંદ્રગ્રહણ ભારતમાંથી જોવા મળશે નહીં, પરંતુ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર તેની કેટલીક અસર વિવિધ રાશિઓ પર જોવા મળી શકે છે.
3/5
મેષ રાશિ-મેષ રાશિના જાતકો માટે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અશુભ માનવામાં આવે છે. સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. આર્થિક સ્થિતિ નબળી પડી શકે છે અને વ્યવસાયમાં મોટું નુકસાન થવાની સંભાવના છે. કોઈ સાથે વિવાદ કે ઝઘડો કરવાનું ટાળો. પરિવારમાં મતભેદનું વાતાવરણ રહી શકે છે. ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચવા માટે મહામૃત્યુંજય મંત્રનો ઓછામાં ઓછો 108 વખત જાપ કરવાની સલાહ આપવામાં આવે
4/5
સિંહ રાશિ-સિંહ રાશિના જાતકો માટે પણ આ ચંદ્રગ્રહણ પડકારજનક રહી શકે છે. આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. પૈસાની લેવડ-દેવડમાં વિશેષ સાવધાની રાખો અને કોઈ પર આંખ મીંચીને વિશ્વાસ ન કરો. કોઈ નજીકના વ્યક્તિ સાથે મતભેદ થઈ શકે છે તેમજ કાર્યસ્થળે તણાવનું વાતાવરણ રહી શકે છે. ભગવાન શિવને શિવલિંગ પર જળ અને બિલ્વપત્ર અર્પણ કરવાથી નકારાત્મક અસર ઓછી થઈ શકે છે એવી માન્યતા છે.
5/5
કન્યા રાશિ-કન્યા રાશિના જાતકો માટે પણ વર્ષનું બીજું ચંદ્રગ્રહણ કેટલીક મુશ્કેલીઓ લાવી શકે છે. દાંપત્ય જીવનમાં મતભેદ સર્જાઈ શકે છે. બનતાં કામમાં વિલંબ થઈ શકે છે. ભાગીદારીના વ્યવસાયમાં નુકસાન થવાની સંભાવના છે. ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો નુકસાનકારક સાબિત થઈ શકે છે. બુધવારે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી રાહત મળી શકે છે એવી જ્યોતિષીય માન્યતા છે.
Continues below advertisement
Published at : 06 Aug 2026 07:44 AM (IST)