Tarot card Horoscope: ટેરોટ કાર્ડ રીડિંગથી જાણો, શું કહે છે આપની કિસ્મતનું કાર્ડ
આજે 11 ફેબ્રુઆરી બુધવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો પસાર થશે. જાણીએ ટેરોટ કાર્ડથી રાશિફળ
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/13
11 ફેબ્રુઆરી 2026, બુધવારનો દિવસ ટેરોટ કાર્ડ્સ મુજબ તમામ રાશિઓ માટે ખાસ સંકેતો લઈને આવ્યો છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ અને અમૃત સિદ્ધિ યોગનો પણ સંયોગ છે, જે કાર્યોમાં સફળતા અપાવશે.ચાલો જાણીએ તમારી રાશિ મુજબ ટેરોટ રાશિફળ
2/13
મેષ (Aries) - કાર્ડ: ધ ચેરિયોટ (The Chariot)-આજે તમારામાં ગજબનો આત્મવિશ્વાસ અને ઉર્જા જોવા મળશે. જો તમે લાંબા સમયથી કોઈ પ્રોજેક્ટમાં અટવાયેલા હોવ, તો તે ગતિ પકડશે.સલાહ: ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે એકાગ્રતા જાળવો.
3/13
વૃષભ (Taurus) - કાર્ડ: ધ ટેમ્પરેન્સ (Temperance)-વ્યવસાયમાં વધારાના પ્રયત્નોની જરૂર છે. તમારી ભાવનાત્મક સ્થિતિ સંતુલિત રહેશે. કૌટુંબિક મામલે પરિવારનો સહયોગ મળશે. સલાહ: આજે ધીરજ અને સંયમ રાખવાથી સફળતા મળશે.
4/13
મિથુન (Gemini) - કાર્ડ: ધ સન (The Sun)-કાર્યસ્થળ પર સકારાત્મકતા વધશે. રૂટિન કામોમાં થોડી સુસ્તી આવી શકે છે, પરંતુ એકંદરે દિવસ લાભદાયી છે. સલાહ: નકારાત્મક વિચારોથી દૂર રહો અને તમારા બજેટ પર નિયંત્રણ રાખો.
5/13
કર્ક (Cancer) - કાર્ડ: ધ મૂન (The Moon)-આજે તમારી અંતઃસ્ફુરણા (Intuition) ખૂબ પ્રબળ રહેશે. કેટલાક રહસ્યો કે છુપાયેલી વાતો સામે આવી શકે છે.સલાહ: કોઈપણ દસ્તાવેજ પર સહી કરતા પહેલા બે વાર તપાસો.
Continues below advertisement
6/13
સિંહ (Leo) - કાર્ડ: એટ ઓફ સ્વોર્ડ્સ (Eight of Swords)-તમે માનસિક રીતે થોડા મુંઝવણમાં હોઈ શકો છો. તમને લાગશે કે તમે કોઈ પરિસ્થિતિમાં ફસાયેલા છો, પરંતુ આ બંધન માત્ર તમારી વિચારધારાનું છે. સલાહ: ડર છોડીને નેતૃત્વની ભૂમિકા સ્વીકારો, વિજય તમારો થશે
7/13
કન્યા (Virgo) - કાર્ડ: સેવન ઓફ કપ (Seven of Cups)-જીવનસાથી સાથેના સંબંધોમાં થોડી ખેંચતાણ થઈ શકે છે. નાણાકીય બાબતોમાં આકસ્મિક લાભ થવાની શક્યતા છે. સલાહ: કલ્પનાઓથી દૂર રહીને વાસ્તવિકતા પર ધ્યાન આપો.
8/13
તુલા (Libra) - કાર્ડ: ધ એમ્પ્રેસ (The Empress)-આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વધારો કરનાર રહેશે. વરિષ્ઠ અધિકારીઓ કે સ્ત્રી પક્ષ તરફથી તમને મોટો લાભ મળી શકે છે. સલાહ: રોકાણ માટે આજનો દિવસ ઉત્તમ છે.
9/13
વૃશ્ચિક (Scorpio) - કાર્ડ: પેજ ઓફ સ્વોર્ડ્સ (Page of Swords)-તમારા વિચારોમાં તેજી આવશે. નવા વિચારો અને તકો તમારી રાહ જોઈ રહ્યી છે. આર્થિક રીતે પણ મજબૂતી આવશે. સલાહ: બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લો, પરંતુ વાણીમાં મધુરતા રાખો.
10/13
ધન (Sagittarius) - કાર્ડ: ધ હર્મીટ (The Hermit)-આજે તમે થોડો એકાંત અનુભવશો. તમારા અંદરના અવાજને સાંભળવાનો આ સાચો સમય છે. જૂની આદતો છોડવી તમારા હિતમાં રહેશે.સલાહ: આત્મનિરીક્ષણ કરો, તમને દરેક પ્રશ્નનો જવાબ મળી જશે.
11/13
મકર (Capricorn) - કાર્ડ: ધ ડેવિલ (The Devil)-કોઈ લોભ કે લાલચમાં આવવાની શક્યતા છે. શુક્રનું નક્ષત્ર પરિવર્તન તમારા પ્રેમ જીવનમાં ખુશીઓ લાવશે, પરંતુ શિસ્તબદ્ધ રહેવું જરૂરી છે.સલાહ: ખર્ચ પર કાબૂ રાખો અને શોર્ટક્ટથી બચો.
12/13
કુંભ (Aquarius) - કાર્ડ: વ્હીલ ઓફ ફોર્ચ્યુન (Wheel of Fortune)-ભાગ્યચક્ર તમારી તરફ ફરી રહ્યું છે. અટકેલા કામો પૂરા થશે અને અચાનક ધનલાભના યોગ છે.સલાહ: નવા ફેરફારોને ખુલ્લા દિલથી સ્વીકારો.
13/13
મીન (Pisces) - કાર્ડ: ટુ ઓફ સ્વોર્ડ્સ (Two of Swords)-તમે કોઈ બે પરિસ્થિતિઓ વચ્ચે દ્વિધા અનુભવી શકો છો. ગુસ્સા પર કાબૂ રાખવો અને વાણીમાં સંયમ રાખવો અત્યંત જરૂરી છે.સલાહ: મહત્વના નિર્ણયો લેવાનું આજે ટાળો અથવા કોઈ વડીલની સલાહ લો.
Published at : 11 Feb 2026 09:30 AM (IST)
= 13">