વસંત પંચમીનો અવસર આ 5 રાશિ માટે લાવશે ભાગ્યોદયની તક, જાણો ટેરોટ રાશિફળ
Tarot Rashifal: આજે 23 જાન્યુઆરી શુક્રવારનો દિવસ મેષથી મીન રાશિના લોકો માટે કેવો પસાર થશે, જાણીએ આજનું રાશિફળ
Continues below advertisement
પ્રતીકાત્મક તસવીર
Continues below advertisement
1/12
મેષ (Aries): The Emperor (સમ્રાટ)-આજે તમારામાં નેતૃત્વના ગુણો ખીલશે. કાર્યક્ષેત્રમાં તમારી સત્તા વધશે. પિતા કે વડીલો તરફથી માર્ગદર્શન અને લાભ મળશે. શિસ્તબદ્ધ રહેવાથી સફળતા મળશે.
2/12
વૃષભ (Taurus): The Hierophant (ગુરુ)-ધાર્મિક કાર્યોમાં રુચિ વધશે. વસંત પંચમી હોવાથી માતા સરસ્વતીની આરાધના ફળદાયી રહેશે. પરંપરાગત રીતભાતથી ચાલશો તો મોટો લાભ થઈ શકે છે.
3/12
મિથુન (Gemini): The Lovers (પ્રેમીઓ)-નિર્ણય લેવામાં થોડી દ્વિધા અનુભવી શકો છો. જીવનસાથી કે બિઝનેસ પાર્ટનર સાથેના સંબંધો મધુર બનશે. દિલ અને દિમાગ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે.
4/12
કર્ક (Cancer): The Chariot (રથ)-આજનો દિવસ ગતિશીલ રહેશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. મુસાફરીના યોગ છે. તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો, વિજય નિશ્ચિત છે.
5/12
સિંહ (Leo): Strength (શક્તિ)-તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જૂની બીમારી કે મુશ્કેલીમાંથી બહાર આવવાની હિંમત મળશે. શાંતિ અને ધીરજથી કામ લેજો, ક્રોધ ટાળવો.
Continues below advertisement
6/12
કન્યા (Virgo): The Hermit (તપસ્વી)-આજે તમને એકાંતમાં રહેવું ગમશે. આત્મમંથન કરવાનો શ્રેષ્ઠ સમય છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ઊંડા ઉતરવાનો દિવસ છે. ઉતાવળે નિર્ણય ન લેવો
7/12
તુલા (Libra): Justice (ન્યાય)-તમારા અટકેલા કાયદાકીય કામોમાં સફળતા મળશે. પ્રમાણિકતાથી કરેલા કામનું ફળ મળશે. સંતુલિત વ્યવહાર રાખવો. નાણાકીય લેવડ-દેવડમાં સાવધ રહેવું.
8/12
વૃશ્ચિક (Scorpio): Death (પરિવર્તન)-આ કાર્ડનો અર્થ અંત નથી, પણ 'નવી શરૂઆત' છે. જૂની આદતો છોડીને નવા વિચાર અપનાવશો. જીવનમાં મોટું સકારાત્મક પરિવર્તન આવી શકે છે.
9/12
ધન (Sagittarius): Wheel of Fortune (ભાગ્યચક્ર)-ભાગ્યનો સાથ મળશે. સમય તમારા પક્ષમાં છે. અણધારી તક મળી શકે છે. જો લાંબા સમયથી સંઘર્ષ ચાલતો હોય, તો હવે સારા દિવસોની શરૂઆત થશે.
10/12
મકર (Capricorn): The Devil (મોહ-માયા)-લોભ કે લાલચથી બચવું. કોઈના પ્રભાવમાં આવીને ખોટો નિર્ણય ન લેવો. સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહેવું, ખાસ કરીને ખાવા-પીવામાં ધ્યાન રાખવું.
11/12
કુંભ (Aquarius): The Star (તારો)-આશા અને સકારાત્મકતાનો દિવસ છે. તમારી કળા કે સર્જનાત્મકતા ખીલશે. લાંબા ગાળાની યોજનાઓ સફળ થશે. ઈશ્વર પર વિશ્વાસ રાખવો.
12/12
મીન (Pisces): The Moon (ચંદ્ર)-મનમાં થોડી બેચેની કે મૂંઝવણ રહી શકે છે. ભ્રમમાં ન રહેવું. કોઈની વાતોમાં આવીને કોઈ પર શંકા ન કરવી. રાત્રે ધ્યાન કરવાથી શાંતિ મળશે.
Published at : 23 Jan 2026 10:00 AM (IST)
= 12">