વધુ ડેટાની જરૂર પડતી હોય તો આ કંપનીના પ્લાન છે બેસ્ટ, રિચાર્જ કરાવીને વાપરો દરરોજ આટલો બધો ડેટા, જાણો ઓફર વિશે.....
વૉડાફોનના 3GB ડેટા પ્લાન -વૉડાફોનની પાસે પણ ડેલી 3GB ડેટા આપનારા બે પ્લાન છે, પહેલો પ્લાન 558 રૂપિયાનો છે જ્યારે બીજો પ્લાન 398 રૂપિયાનો છે, બન્ને પ્લાનમાં તમને ડેલી 3જીબી ડેટા, 100 SMS, કોઇપણ નેટવર્ક પર અનલિમીટેડ કૉલિંગની સુવિધા મળે છે. બન્ને પ્લાનમાં તમને વૉડાફોન પ્લે અને જી5ની સબ્સક્રિપ્શન ફ્રી મળે છે. 558 રૂપિયા વાળા પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીએસએનએલના 2 સસ્તાં 3GB ડેટા પ્લાન - બીએસએનએલના 247 રૂપિયા વાળા પ્લાનમાં તમને 3GB ડેટા દરરોજ મળે છે, આ પ્લાનમાં તમને 3G નેટવર્કની સુવિધા પણ મળશે. પ્લાનની વેલિડીટી પ્લાનની વેલિડિટી 36 દિવસની છે. આમાં અનિલિમીટેડ કૉલિંગ, ડેલી 100 એસએમએસની પણ સુવિધા મળે છે. વળી બીજો પ્લાન 997 રૂપિયાનો છે. આ પ્લાનમાં પણ 3GB ડેટા મળે છે. આમાં અનલિમીટેડ કૉલિંગ અને ડેલી 100 એસએમએસ મળે છે. પ્લાનની વેલિડિટી 180 દિવસ એટલે કે 6 મહિનાની છે.
જિઓના સસ્તાં 3GB ડેટા પ્લાન - જિઓ દરરોજ 3GB ડેટા આપવા વાળા 3 પ્લાન લઇને આવ્યુ છે. આમાં 999, 401 અને 349 રૂપિયા વાળા પ્લાન સામેલ છે. જિઓના 349 રૂપિયા વાળા પ્લાનમાં તમને ડેલી 28 દિવસ સુધી 3GB ડેટા મળશે. પ્લાનમાં જિઓ ટૂ જિઓ ફ્રી કૉલિંગ, બીજા નેટવર્ક પર કૉલિંગ માટે 1,000 મિનીટ, ડેલી 100 SMS ની સુવિધા મળે છે. જિઓ એપ્સનુ સબ્સક્રિપ્શન કૉમ્પલીમેન્ટ્રી છે.
એરટેલના 3GB ડેટા પ્લાન - એરટેલના ડેલી 3GB ડેટા આપવાવાળા બે પ્લાન છે. જેમાં પહેલો પ્લાન 558 રૂપિયાનો છે, આમાં તમને 56 દિવસની વેલિડિટી, કુલ 168GB ડેટા, ડેલી 100 SMS અને કોઇપણ નેટવર્ક પર ફ્રી કૉલિંગની સુવિધા મળે છે. બીજો પ્લાન 398 રૂપિયાનો છે, જેમાં તમને 28 રૂપિયા સુધી ડેલી 3 જીબી ડેટા, 100 SMS અને ફ્રી કૉલિંગ મળશે, બન્ને પ્લાનમાં Airtel Xstream પ્રીમિયમનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.
નવી દિલ્હીઃ આજકાલ લોકો ઘરે કે ઓફિસે મોટા ભાગનુ કામ મોબાઇલ પરથી કરે છે, તેમાં દરેક યૂઝર્સને ઇન્ટરનેટની જરૂર રહે છે. કોઇ ફાઇલ મોકલવી હોય કે પછી વીડિયો કૉન્ફરન્સિંગ કરવી હોય તમામ વસ્તુઓ કરવા માટે આજે ઇન્ટરનેટને બહોળો ઉપયોગ થઇ રહ્યો છે. જો તમે એક સસ્તો અને સારો પ્લાન ખરીદવાનુ વિચારી રહ્યાં હોયો તો અમે તમને અહીં દરેક કંપનીઓના BSNL, Vodafone, Airtel અને Jioના સસ્તા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છીએ, જેમાં તમને દરરોજ 3GB આસાનીથી વાપરવા મળશે. જાણો કયા કયા છે આ પ્લાન્સ......
- - - - - - - - - Advertisement - - - - - - - - -