વારંવાર ફોન ચાર્જ કરી કરીને કંટાળી ગયો છો? તો ખરીદો આ 5 ફોન, બેટરી ચાલશે 60 કલાક, જુઓ લિસ્ટ......
2- બ્લેકવ્યૂ BV9100- આ સ્માર્ટફોન 13000mAh કેપેસિટી વાળી બેટરી સાથે આવે છે. કંપનીનો દાવો છે કે આ ફોનથી તમે 60 કલાક સુધી સતત વાત કરી શકો છો. ફોનમાં ક્વિક અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ છે. આ ફોનની કિંમત પણ 40 હજારની આસપાસ છે.
10000mAh બેટરી કેટલા દિવસ ચાલે છે? જો તમે 10000mAh બેટરી વાળો સ્માર્ટફોન યૂઝ કરો છો તો એકવાર ચાર્જ કરવાથી તમે 24 કલાકથી વધુ વીડિયો જોઇ શકો છો. સતત પાંચ દિવસથી વધુ ગીતો સાંભળી શકો છો. એટલે કે 50 કલાક એટલે બે દિવસથી વધુ વાત કરી શકો છો. 22 કલાક PUBG જેવી એક્શન ગેમ રમી શકો છો. આટલી પાવરફૂલ હોય છે આ બેટરી....
4- ક્વિકટેલ K10000 MT6735- 10000mAh કેપેસિટીની આ બેટરી ક્વિક અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ કરે છે. આ ફોનમા 1.0Ghz ઓક્ટાકૉર પ્રૉસેસર છે.
3- યૂલેફોન પાવર 5- આ ફોનમાં પણ તમને 13000mAhની બેટરી મળશે, જે ક્વિક અને રિવર્સ ચાર્જિંગને પણ સપોર્ટ કરે છે. ફોનમાં દમદાર પ્રૉસેસર અને કેમેરા આપવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ સૌથી વધુ વધી ગયો અને અવારનવાર ચાર્જ કરવાના પ્રૉબ્લમથી યૂઝર પરેશાન થઇ ગયો છે. સ્માર્ટફોનમાં અત્યારે ઇન્ટરનેટ, વીડિયો કૉલ અને ગેમ રમવાના કારણે બેટરી બહુ જલ્દી ખતમ થઇ જાય છે. જો તમે બેટરીને વારંવાર ચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તો આ પાંચ ફોન બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ પાંચ ફોનની બેટરી લાઇફ સૌથી વધુ છે...
1-બ્લેકવ્યૂ BV9500 પ્રૉ- બેટરીની રીતે બ્લેકવ્યૂ BV9500 પ્રૉ એકદમ દમદાર ફોન છે. આ ફોનમાં 10000mAh કેપેસિટી વાળી બેટરી આપવામાં આવી છે, જે ક્વિક અને રિવર્સ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આની કિંમત 44 હજાર રૂપિયા છે.
5- ડૂજી N100- આ ફોનમાં તમને 10000mAh કેપેસિટી વાળી બેટરી મળશે. જે ક્વિક અને રિવર્સ બન્ને ચાર્જિંગને સપોર્ટ કરે છે. આમાં 2.0GHz હીલિયો P23 પ્રૉસેસરની સાથે 4GB રેમ અને 64GBનો ઓનબોર્ડ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે. આની કિંમત 35 હજારની આસપાસ છે.