દરરોજ વધુ ડેટાની પડે છે જરૂર? તો Jio, Airtel અને Viના આ છે બેસ્ટ પ્લાન, ડેલી મળે છે આટલો બધો ડેટા, જુઓ ઓફર......
Airtelના ડેલી 2 GB ડેટા વાળા પ્લાન..... એરટેલની પાસે ડેલી 2 GB વાળા ચાર પ્લાન અવેલેબલ છે. આમાં 252, 295, 380 અને 591 વાળા પ્લાન સામેલ છે. આમાં ફ્રી અનલિમીટેડ લૉકલ અને નેશનલ કૉલિંગની સાથે 100 ડેલી એસએમએસ ફ્રી મળી રહ્યાં છે. 295 રૂપિયા વાળા પ્લાનમાં અમેઝોન પ્રાઇમનુ સબ્સક્રિપ્શન પણ મળી રહ્યું છે. 252 અને 295 વાળા પ્લાનની વેલિડીટી 28 દિવસની છે, જ્યારે 380 રૂપિયા વાળા પ્લાન 56 દિવસ માટે વેલિડ છે. વળી 591 વાળા પ્લાનની વેલિડીટી 84 દિવસની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppJioના ડેલી 2GB ડેટા વાળા પ્લાન..... જિઓની પાસે 2જીબી ડેટા વાળા ચાર પ્લાન છે, આમાં 249 રૂપિયા, 444 રૂપિયા, 599 રૂપિયા અને 2399 રૂપિયા વાળા પ્લાન સામેલ છે. આ તમામ પ્લાનમાં ડેલી 2જીબી હાઇ સ્પીડ ડેટા મળે છે. સાથે આમાં 100 મફત ડેલી એસએમએસ અને જિઓ ટૂ જિઓ ફ્રી અનલિમીટેડ કૉલિંગના બેનિફિટ પણ આપવામાં આવી રહ્યાં છે. વળી જિઓથી બીજા નેટવર્ક પર કૉલિંગ માટે આ તમામ પ્લાનમાં ક્રમશઃ 1,000, 2,000, 3,000 અને 12,000 નૉન-જિઓ FUP મિનીટ આપવામાં આવી રહી છે. આની વેલિડિટી ક્રમશઃ 28, 56, 84 અને 365 દિવસની છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીની વચ્ચે વર્ક ફ્રૉમ હૉમ કરનારા યૂઝર્સ માટે જિઓ, એરટેલ, અને વીઆઇએ બેસ્ટ પ્લાન લૉન્ચ કર્યા છે. આમાં એક જીબીથી લઇને અનલિમીટેડ ડેટા વાળા પ્લાન સામેલ છે. જો તમારે દરરોજ વધુ ડેટાની જરૂર પડતી હોય તો અમે તમને અહીં ડેલી 2GB ડેટા વાળા પ્લાન વિશે માહિતી આપી રહ્યાં છે, જે તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે.
Viના 2 GB ડેટા વાળા પ્લાન.... Vi અત્યારે અનલિમીટેડ સમય માટે સ્પેશ્યલ ડબલ ડેટા ઓફર આપી રહી છે. આ ઓફર્સ અંતર્ગત કંપનીના 299 રૂપિયા, 449 રૂપિયા અને 699 રૂપિયા વાળા પ્લાનમાં ડબલ ડેટા આપવામાં આવી રહ્યો છે. પહેલા આ પ્લાન્સમાં ડેલી 2 GB ડેટા ઓફર કરવામાં આવતી હતી, વળી, હવે દરરોજ 4 GB ડેટા આપવામાં આવી રહ્યો છે. જોકે આ ઓફર લિમીટેડ સમય માટે જ છે. આની વેલિડિટી ક્રમશઃ 28 દિવસ, 56 દિવસ અને 84 દિવસની છે. આમા અનલિમીટેડ લૉકલ અને નેશનલ કૉલિંગ, 100 એસએમએસ દરરોજ ફાયદો ઉઠાવી શકો છો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -