Whatsappથી નિરાશ થયેલા યૂઝર્સ આ પાંચ એપને કરી રહ્યાં છે ધડાધડ ડાઉનલૉડ, મળી રહ્યાં છે વૉટ્સએપ કરતાં પણ બેસ્ટ ફિચર્સ...... જુઓ લિસ્ટ
એલિમેટ (Element)- એલિમેટ એક સિક્યૉર મેસેન્જર અને એક પ્રૉડક્ટિવિટી ટીમ કોલાબોરેશન એપ છે. આ રિમૉટ કામ કરતા ગૃપ ચેટ માટે બેસ્ટ છે. આ ચેટ એપ વીડિયો કૉન્ફરન્સિંગ, ફાઇલ શેરિંગ અને વૉઇસ કૉલ ફેસિલિટી માટે એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શનનો ઉપયોગ કરે છે. આની ખાસિયત એ છે કે આ એપ તમે ડાઉનલૉડ ના કરવા માંગતા હોય તો આને બ્રાઉઝરની મદદથી પણ વાપરી શકો છો. આ એપ પર પણ તમારે ફોન નંબર કે ઇમેઇલ આઇડી આપવાની જરૂર નથી પડતી. જ્યારે તમે એલિમેટ પર સાઇન અપ કરો છો ત્યારે તમને એક સિક્રેટ કી મળે છે. નવા ડિવાઇસ માટે લૉગીન કરવા માટે આ કીની જરૂર પડે છે. (પ્રતિકાત્મક તસવીર)
થ્રીમા (Threema)- થ્રીમા પણ વૉટ્સએપની જેમ એક મેસેજિંગ એપ છે. આ તમામ ડેટાને એન્ક્રિપ્ટ કરે છે, અને સિક્યૂરિટી વધારે છે. આમાં મેસેજ, શેયર્ડ ફાઇલ્સ અને સ્ટેટસ પણ અપડેટ કરી શકો છો. આમાં પણ એકાઉન્ટ ખોલવા માટે ફોન નંબર કે ઇમેલ એડ્રેસની જરૂર નથી પડતી. થ્રેમા પર 8 ડિજીટની યૂનિક યૂઝર આઇડી બનાવવામાં આવે છે, આને QR કૉડ દ્વારા શેર કરવામાં આવે છે. આ ઓપન સોર્સ પર આધારિત છે, અને કોઇપણ જાતનુ આઇપી એડ્રેસ કે મેટાડેટા સ્ટૉર નથી કરતુ. આ કારણે આ વૉટ્સએપથી બેસ્ટ છે. (પ્રતિકાત્મક તસવીર)
સેશન (Session)- પ્રાઇવસી અને ફ્રિડમ ઇચ્છનારા લોકો માટે સેશન એક બેસ્ટ ઓપ્શન સાબિત થઇ શકે છે. સેશન આઇપી એડ્રેસ કે યૂઝર એજન્ટ તરીકે કોઇપણ પ્રકારની જાણકારી સ્ટૉર નથી કરતુ. આ ફોન નંબર, ઇ મેઇલ આઇડી કે કોઇપણ સૂચના વિના કામ કરે છે, એટલા માટે તમે આ પ્લેટફોર્મ પર ગુમનામ રહી શકો છો. આમાં તમે વૉટ્સએપની જેમ ગૃપ કૉલ, વૉઇસ નૉટ કે અટેચમેન્ટ પણ મોકલી શકો છો. (પ્રતિકાત્મક તસવીર)
ટેલિગ્રામ (Telegram)- છેલ્લા થોડાક સમયથી ટેલિગ્રામ પણ મેસેજિંગ એપ તરીકે ખુબ પૉપ્યૂલર થઇ ચૂકી છે. આ પણ વૉટ્સએપની જેમ એન્ડ ટૂ એન્ડ એન્ક્રિપ્શન ઓફર કરે છે. ટેલિગ્રામ એપ્લિકેસન ક્લાઉડ આધારિત છે, અને વૉટ્સએપની જેમ ડબલ ટિકની જેમ જ કામ કરે છે. (પ્રતિકાત્મક તસવીર)
સિગ્નલ (Signal)- વર્ષ 2021માં સિગ્નલ (Signal) મેસેજિંગ એપ (Messaging appl) વૉટ્સએપનો બેસ્ટ ઓપ્શન બની શકે છે. વૉટ્સએપની નવા પૉલીસી આવ્યા બાદ લોકો આ એપને જબરદસ્ત રીતે ડાઉનલૉડ કરી રહ્યાં છે, આમાં વૉટ્સએપ જેવા જ ફિચર્સ અવેલેબલ છે. ખાસ વાત છે કે આ એપ યૂઝરનો ડેટા કલેક્ટ નથી કરતો, અહીં ચેટ, ગૃપ, વીડિયો/ઓડિયોની સાથે જ વૉટ્સએપની જેમ end-to-end encryption પણ ઓફર કરે છે. આમાં એકાઉન્ટ ક્રિએટ કરવા માટે તમારે ફક્ત મોબાઇલ નંબરની જરૂર પડશે. (પ્રતિકાત્મક તસવીર)
નવી દિલ્હીઃ વૉટ્સએપના નવા પ્રાઇવસી નિયમો લાગુ થઇ ગયા છે. વૉટ્સએપ યૂઝર્સને આ નિયમો અને શરતો માટે બે જ ઓપ્શન મળી રહ્યાં છે. વૉટ્સએપના નવા નિયમો એક્સેપ્ટ કરો કાંતો વૉટ્સએપને ડિલીટ કરો. આને લઇને ભારતમાં મોટાભાગના લોકો ગુસ્સે થયા છે, અને આના ઓપશન્સ શોધવા લાગ્યા છે. લોકો કેટલીક મેસેન્જર એપ્શને શોધીને ડાઉનલૉડ કરવા લાગ્યા છે જેમાં પાંચ એપ્સને સૌથી વધુ પ્રાયૉરિટી મળી રહી છે. જાણો કઇ છે આ એપ્સ જે વૉટ્સએપનો વિકલ્પ બની શકે છે...... (પ્રતિકાત્મક તસવીર)