કોંગ્રેસના નેતાઓ, પોલીસ વચ્ચે તુ તુ મે મે, કેટલાયને ટીંગાટોળી કરી ઉપાડી લીધા, જુઓ તસવીરો
ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય સી જે ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો આલમપુર શાકમાર્કેટને બંધ કરાવવા આવે એ પહેલા તમામની અટકાયત કરવામાં આવી હતી. ધારાસભ્ય સી. જે. ચાવડાની અટકાયત કરીને ડીએસપી કચેરી લઈ જવાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરેન્દ્રનગરમાં પાટડી દસાડાના ક્રોંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીની પોલીસે અટકાયત કરી છે. નૌશાદ સોલંકી આજે ખેડૂતોના સમથૅનમાં પોતાના વિસ્તારમાં હાઈવે ચક્કાજામ કરવાના હતા. નૌશાદ સોલંકીની અટકાયત કરી ઝીંઝુવાડા પોલીસ મથકે લઈ જવાયા હતા.
મોડાસામાં વિરોધ કરતા પહેલા કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે. જીલ્લા પ્રમુખ, ધારાસભ્ય સહિત ૫૦ કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ છે. જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય અને હોદ્દેદારોને નજરકેદ કરાયા છે. ભિલોડાના ધારાસભ્ય ડૉ. અનિલભાઈ જોસિયારે ખેડૂતોનું સમર્થન કર્યું છે. માલપુરના ધારાસભ્ય જશુભાઈ પટેલને નજર કેદ કરાયા છે. માલપુરમાં વિરોધ કરવા પહોંચેલા ધારાસભ્યને નજર કેદ કરાયા છે. માલપુર પોલીસ સ્ટેશનથી સીધા મોડાસા ખાતે લઇ જવાયા છે.
ભારત બંધને પગલે ગુજરાતમાં પોલીસ દ્વારા કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ અને ધારાસભ્યોને અનેક જગ્યાએ અટકાયત કરવામાં આવી છે.
અમરેલી શહેરમા પોલીસ અને પરેશ ધાનાણી વચ્ચે પકડા પકડી થઈ હતી. તેમજ અંતે તેમની અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટમાં દુકાનો બંધ કરાવવા નીકળેલી કોંગ્રેસની મહિલા કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી. આ ઉપરાંત અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડવાલાને નજરકેદ કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -