બર્ગર કિંગના શેરનું 115.35ના ભાવે ધમાકેદાર લિસ્ટિંગ, રોકાણકારો થયા માલામાલ
વર્ષ 2015-16થી નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન કંપનીની રેવન્યૂ વારષિક 56 ટકાથી વધીને 841 કરોડ રૂપિયા સુધી થઈ હતી. આ દરમિયાન અન્ય હરિફ કંપનીઓ જુબિલેંટ ફૂડવર્કસ અને વેસ્ટ લાઇફની રેવન્યૂ ક્રમશઃ 12 ટકા અને 17 ટકાના દરે વધી હતી. (તમામ તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્લેષકોએ બર્ગર કિંગને ઈશ્યુ પ્રાઇઝ કરતાં 70-75 ટકા પ્રીમિયમે લિસ્ટ થવાની આશા વ્યક્ત કરી હતી. ગ્રે માર્કેટમાં પણ શેર 75 ટકા પ્રીમિયમે ટ્રેડિંગ કરતો હતો.
બર્ગર કિંગનો ઈશ્યુ ચાલુ વરષે સૌથી વધારે સબ્સ્ક્રાઇબ થનારો બીજો ઈશ્યુ છે. આ પહેલા મઝગાંવ ડોકનો આઈપીએઓ 157.65 ગણો ભરાયો હતો. ઓક્ટોબરમાં આવેલા મઝગાંવ ડોકમાં પણ આશે 50 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ મળ્યું હતું.
મુંબઈઃ ક્વિક રેસ્ટોરન્ટ ચેઇન બર્ગર કિંગ ઈન્ડિયાના શેરનું આજે શાનદાર લિસ્ટિંગ થયું હતું. 60 રૂપિયા ઈસ્યુ પ્રાઇઝ સામે શેર 115.35 પર ખૂલ્યો હતો. રોકાણકારોને 92.25 ટકાનું ઓપનિંગ પ્રીમિયર મળ્યું હતું. આઈપીઓ ભરાયો તેના કરતાં લોકોને સારું પ્રીમિયર મળ્યું હતું. કંપનીનો ઇશ્યુ 2 થી 4 ડિસેમ્બર દરમિયાન સબ્સક્રિપ્શન માટે ખૂલ્યો હતો, જે 156.65 ગણો સબ્સ્ક્રાઇબ કરાયો હતો.
બર્ગર કિંગે તેના ઈશ્યુ દ્વારા બજારમાંથી 810 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. કંપનીના આઈપીઓમાં તમામ શ્રેણીમાં રોકાણકારોએ બોલી લગાવી હતી. પરંપરાગત રોકાણકારોની શ્રેણીમાં 86.84 ટકા, રિટેલ શ્રેણીમાં 68.15 ટકા અને ધનિક રોકાણકારોની શ્રેણીમાં 354.11 ગણા સુધી સબ્સક્રિપ્શન મળ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -