ફર્સ્ટ વેડિંગ એનિવર્સી પહેલાજ એક્ટ્રેસ દિવ્યાનું નિધન, પરિવારની વિરુદ્ધ જઈને કર્યા હતા લગ્ન, હવે પતિ પર લાગી રહ્યાં છે આ આક્ષેપો
તેમણે દિવ્યાના પતિ ગગન પર દિવ્યા સાથે મારપીટ કરી હોવાનો આરોપ લગાવતા તેને એક્સપોઝ કરવાની ધમકી પણ આપી હતી.
મીડિયા રિપોર્ટ અનુસાર દિવ્યા અને ગગને લાંબા સમય સુધી એક બીજાને ડેટ કર્યું હતું, તેના બાદ દિવ્યા, ગગને મુંબઈ લઈને આવી હતી. કહેવામાં આવે છે કે, દિવ્યાના લગ્નમાં ખૂબજ ઓછા લોકો સામેલ થયા હતા.
થોડા સમય પહેલા દેવોલીનાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ખુલાસો કર્યો હતો કે, દિવ્યા પોતાની પર્સનલ લાઈફમાં ખુબજ પરેશાન છે.
દિવ્યાએ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં લગ્ન કર્યા હતા. દિવ્યાએ પોતાના પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. જેના વિશે પતિ ગગન પણ જણાવી ચૂક્યો છે.
દિવ્યાના નિધન બાદ તેની પર્સનલ લાઈફ અચાનક જબરજસ્ત ચર્ચામાં આવી ગઈ છે. તેના પતિ ગગન ગબરુ પર દિવ્યાના પરિવાર સહિત એક્ટ્રેસ દેવોલીના સાથે મારપીટ કરવાના સાથે અનેક ગંભીર આક્ષેપ લાગાવવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં જ ટેલિવીઝનની જાણીતી એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના વાયરસથી નિધન થઈ ગયું છે. એવામાં તેમના નિધન બાદ દિવ્યાના પતિ પર અનેક ગંભીર આક્ષેપ લાગી રહ્યા છે. વાસ્તવમાં દિવ્યાના લગ્નને હજું એક વર્ષ પણ પૂરું થયું નહોતું. એવામાં તેમના નિધન બાદ સોશિયલ મીડિયા પર તેના લગ્નની ખૂબસૂરત તસ્વીર વાયરલ થઈ રહી છે.