Zareen Khan : 11 ફિલ્મો, ફ્લોપ કેરિયર, શું કેટરીનાની લુકલાઈક ટેગથી ડૂબી ગઈ ઝરીન ખાનની ફિલ્મી સફર?
ફિલ્મી દુનિયામાં, સલમાન ખાનની ફિલ્મ વીરથી ડેબ્યૂ કરનાર અભિનેત્રી ઝરીન ખાનની એન્ટ્રી ધમાકેદાર હતી, પરંતુ ઝરીન ખાન જે નામ અને પ્રસિદ્ધિ મેળવવા ઈચ્છતી હતી તે તે મેળવી શકી નહીં.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઝરીન ખાને જ્યારે વીર સાથે ડેબ્યુ કર્યું હતું, ત્યારે તેણે ફિલ્મી દુનિયામાં પગ મૂકતાંની સાથે જ તેને કેટરિના કૈફના લુકલાઈકનો ટેગ મળી ગયો હતો.
ઝરીન ખાનને ફિલ્મ વીરમાં જોઈને લોકો તેને તેના નામથી નહીં પરંતુ કેટરિના કૈફની લુકલાઈકના નામથી બોલાવવા લાગ્યા.
12 વર્ષની કરિયરમાં ઝરીન ખાને પોતાની અલગ ઓળખ બનાવવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. ઘણી ફિલ્મોમાં બોલ્ડ સીન આપ્યા બાદ પણ ઝરીન ખાનને તે લોકપ્રિયતા મળી શકી નથી જે તેને વીર દરમિયાન મળી હતી.
નાની ઉંમરે ઘરની જવાબદારીઓ સંભાળીને ઝરીન ખાને કોલ સેન્ટરની નોકરીની શરૂઆત કરી. પરંતુ તે આ કામથી બહુ ખુશ ન હતી. તે પછી તેણે એર હોસ્ટેસ બનવાનું નક્કી કર્યું. આ દરમિયાન આકાશમાં ઉડવાની ઈચ્છા સાથે આવેલા ઝરીનના રસ્તાઓ તેને બોલિવૂડ તરફ ખેંચી ગયા.
ઝરીન ખાને તેની ફિલ્મી સફરમાં 11 ફિલ્મોમાં કામ કર્યું છે. ઝરીન ખાન તેની નિર્દોષ શૈલી અને વિવાદાસ્પદ નિવેદનો માટે પણ જાણીતી છે.