બોલિવૂડ એક્ટ્રેસનો ખુલાસો, કહ્યુ- 'તેણે પાછળથી આવીને મારો પ્રાઇવેટ પાર્ટ પકડ્યો'

આ લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રીની એક વ્યક્તિએ છેડતી કરી હતી. આ ઘટના પછી અભિનેત્રી ખૂબ જ ડરી ગઈ હતી અને તેણે લાંબા સમય સુધી આ વિશે કોઈને કહ્યું નહીં.

આ લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રીની એક વ્યક્તિએ છેડતી કરી હતી

1/7
આ લોકપ્રિય બોલિવૂડ અભિનેત્રીની એક વ્યક્તિએ છેડતી કરી હતી. આ ઘટના પછી અભિનેત્રી ખૂબ જ ડરી ગઈ હતી અને તેણે લાંબા સમય સુધી આ વિશે કોઈને કહ્યું નહીં. બોલિવૂડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જેમણે છેડતીનો સામનો કર્યો છે. કેટલીક અભિનેત્રીઓએ બાળપણમાં આ સહન કર્યું છે તો કેટલીક અભિનેત્રીઓએ કરિયરમાં લોકોના ખોટા ઇરાદાઓનો ભોગ બની હતી. બોલિવૂડની ફેશન આઇકોન તરીકે જાણીતી સોનમ કપૂર આજે એટલે કે 9 જૂને પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે.
2/7
સોનમ ઘણા સમયથી બોલિવૂડથી દૂર રહી છે. હાલમાં તે સંપૂર્ણપણે તેના પરિવાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
3/7
એક ઇન્ટરવ્યૂમાં સોનમ કપૂરે બાળપણમાં તેની સાથે થયેલા ઘૃણાસ્પદ કૃત્યનો ખુલાસો કર્યો હતો
4/7
અભિનેત્રીએ જણાવ્યું કે તે સમયે તે 13-14 વર્ષની હશે અને તે એક મિત્રનો જન્મદિવસ હતો.
5/7
તે પ્રસંગે અમે બધા મિત્રો રવિના ટંડન અને અક્ષય કુમારની ફિલ્મ જોવા માટે ગેટી ગેલેક્સીમાં ગયા હતા.
6/7
બધી છોકરીઓ સમોસા ખરીદી રહી હતી, અમે બધા એકબીજાના ખભા પર હાથ રાખીને ઉભા હતા. હું સૌથી ઉંચી હતી તેથી હું પાછળ ઉભી હતી.
7/7
તે સમયે એક માણસ પાછળથી આવ્યો અને તેણે મારા પ્રાઇવેટ પાર્ટને પકડી લીધો હતો. મને સમજાયું નહીં કે શું થયું અને હું રડવા લાગી. અભિનેત્રીએ કહ્યું કે તેણે બે વર્ષ સુધી આ વાત કોઈને કહી ન હતી. મને લાગ્યું કે મારાથી કોઇ ભૂલ થઇ હતી.
Sponsored Links by Taboola