શોધખોળ કરો
બુડાપેસ્ટમાં બહેનની સાથે સન્ડે એન્જૉય કરતી દેખાઇ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર, ફેન્સ સાથે શેર કરી સુંદર તસવીરો

Bhumi_Pednekar
1/6

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર આજકાલ પોતાની બહેન સમીક્ષા પેડનેકરની સાથે બુડાપેસ્ટમાં વેકેશન એન્જૉય કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, ભૂમિ પેડનેકર છેલ્લા કેટલાય મહિનાઓથી નૉન-સ્ટૉપ શૂટિંગ કરી રહી છે. તાજેતરમાં જ તેને અક્ષય કુમારની સાથે રક્ષાબંધનનુ શૂટિંગ પુરુ કર્યુ છે, અને આ પછી તેને વિક્કી કૌશલ અને કિયારા અડવાણીની સાથે મિસ્ટર લેલે ના કેટલાક સીન શૂટ કર્યા છે.
2/6

વળી, હવે ભૂમિ પેડનેકર પોતાના બિઝી શિડ્યૂલમાંથી સમય કાઢીને બહેન સમીક્ષાની સાથે બુડાપેસ્ટ પહોંચી ગઇ છે. તેની વેકેશનની કેટલીક તસવીરો ભૂમિ પેડનેકરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
3/6

સન્ડેના દિવસે ભૂમિએ સોશ્યલ મીડિયા પર કેટલીક તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કર્યા છે. જેમાં તે બહેનની સાથે બુડાપેસ્ટના રસ્તાંઓ પર મસ્તી કરતી અને ફરતી દેખાઇ.
4/6

આ પૉસ્ટને શેર કરતા ભૂમિએ લખ્યું- ખાલી ફોટો ડમ્પ પાર્ટ #બુડાપેસ્ટ #BPtravels @samikshednekar. આ ઉપરાંત ભૂમિએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટૉરી પર પણ કેટલીક તસવીરો શેર કરી છે, જે એ વાતનો સબૂત છે કે તે એકદમ મસ્તી સાથે પોતાનુ વેકેશન મનાવી રહી છે.
5/6

સમીક્ષાએ પોતાની અને ભૂમિની કેટલીક સુંદર તસવીરો પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે પોતાની રજાઓ બાદ ભૂમિ ફરીથી મિસ્ટર લેલેના શૂટિંગમાં વ્યસ્ત થઇ જશે. વર્ષ 2020ની હૉરર ફિલ્મ ભૂત-પાર્ટ વનઃ ધ હૉન્ટેડ શિપ બાદ વિક્કી કૌશલની સાથે ભૂમિની આ બીજી ફિલ્મ હશે. જ્યારે 2017ના સોશ્યલ ડ્રામા ટૉયલેટ એક પ્રેમકથા બાદ અક્ષય કુમારની સાથે રક્ષાબંધન પણ ભૂમિની બીજી ફિલ્મ છે.
6/6

આ ફિલ્મો ઉપરાંત ભૂમિ પેડનેકર, રાજકુમાર રાવની સાથે બધાઇ દોમાં પણ દેખાશે. આ આયુષ્યમાન ખુરાના- સ્ટારર બધાઇ હો (2018)નો બીજો ભાગ છે.
Published at : 23 Aug 2021 10:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
એસ્ટ્રો
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
