લગ્ન બાદ દુલ્હનના લુકમાં પતિ વૈભવ સાથે સામે આવી દીયા મિર્જા, જુઓ પ્રથમ તસવીર
વૈભવ રેખીના પ્રથમ લગ્ન યોગા ઈંસ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે થયા હતા અને આ લગ્ન બાદ તેમની એક દિકરી પણ છે, જે આ લગ્નમાં સામેલ થઈ હતી. ઉલ્લેખનીય છે કે દીયા મિર્જા વૈભવ રેખી સાથે ગત વર્ષ લાગુ કરવામાં આવેલા લોકડાઉનના સમયે તેના બાંદ્રા સ્થિત ઘરમાં લિવ ઈન રિલેશનશીપમાં રહેતી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે દીયા મિર્જા અને વૈભવ રેકીના લગ્ન ખૂબ જ નજીકના સંબંધીઓ વચ્ચે થયા છે. સંબંધીઓ સિવાય બોલીવૂડમાંથી અદિતિ રાવ હૈદરી, લારા દત્તા અને જેકી ભગનાની સામેલ થયા હતા.
દીયા મિર્જાની જેમ બિઝનેસમેન વૈભવના પણ આ બીજા લગ્ન છે. એક્ટ્રેસ દીયા મિર્જાએ વર્ષ 2014માં સાહિલ સાંઘા સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ચાર વર્ષ બાદ 2019માં ડિવોર્સ થયા હતા.
મુંબઈ: દીયા મિર્જા પાલી હિલ સ્થિત બિલ્ડિંગ 'બેલએયર'માં લગ્ન બાદ દુલ્હનના લુકમાં પ્રથમ વખત સામે આવી હતી. તેની સાથે પતિ વૈભવ રેકી પણ દુલ્હાના લુકમાં મીડિયા સામે આવ્યા હતા. લગ્ન બાદ દીયા હસતા-હસતા લાલ કલરની સાડીમાં મીડિયા સામે આવી હતી. બંનેએ થોડીવાર માટે પોઝ પણ આપ્યા હતા. દીયાએ મીડિયાના લોકોને મીઠાઈ ખવડાવી હતી અને તમામનો આભાર માન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -