Rashmika Mandanna જ નહી, આ દિગ્ગજ સ્ટાર્સની ફેક તસવીરો થઇ ચૂકી છે વાયરલ
Celebs Fake Photos Viral: સોશિયલ મીડિયા પર સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાન્નાનો નકલી વીડિયો વાયરલ થયો હતો. પરંતુ આ પ્રથમ વખત નથી. આ પહેલા પણ શાહરૂખ ખાન, કરીના કપૂર સહિત ઘણા સેલેબ્સના ફેક ફોટો સામે આવ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતાજેતરમાં જ અભિનેત્રી રશ્મિકા મંદાન્નાનો એક નકલી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં અન્ય છોકરીના ચહેરા પર રશ્મિકાનો ચહેરો રિપ્લેસ કરી દેવાયો હતો. આવી સ્થિતિમાં અભિનેત્રીએ આ વીડિયો પર એક્શન લેવાની વાત કરી છે. જો કે આ પહેલા પણ ઘણા સેલેબ્સના ફેક ફોટો વાયરલ થયા છે.
ડેટિંગ રૂમર્સ વચ્ચે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નનો ફોટો વાયરલ થયો હતો. આ આલિયાની એક જાહેરાત હતી જેમાં આલિયા દુલ્હન બની હતી અને એક પુરુષ મોડલ વર બન્યો હતો. જેની જગ્યાએ રણબીરનો ફોટો મૂકવામાં આવ્યો હતો.
આમિર ખાનનો તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ ફાતિમા સના શેખ સાથેનો ફોટો વાયરલ થયો હતો જેમાં આ કપલ પરણિત હોવાનું કહેવાયું હતું. જોકે, રિયલ ફોટોમાં આમિર ખાન તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે હતો. આ તસવીર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈની છે.
સોનમ કપૂરની તેના પુત્ર સાથેની નકલી તસવીર વાયરલ થઈ હતી જેમાં તે હોસ્પિટલના બેડ પર પુત્ર વાયુને ગળે લગાવતી જોવા મળી હતી. આ ફોટો તેના પુત્રના જન્મના થોડા કલાકો બાદ જ વાયરલ થયો હતો.
થોડા સમય પહેલા શાહરૂખ ખાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. તે તસવીરમાં શાહરૂખના માથા પર લાંબા વાળ અને સફેદ દાઢી જોવા મળી હતી. જ્યારે મૂળ ફોટામાં કિંગ ખાને દાઢી નહોતી રાખી અને માથા પર ટૂંકા વાળ હતા. એડિટેડ ફોટો જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા.
અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નનો ફોટો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે, અભિષેક બચ્ચને સ્પષ્ટતા કરી હતી કે તે નકલી ફોટો છે.
કરીના કપૂર બે પુત્રો તૈમુર અને જેહની માતા છે. તેના પુત્ર તૈમુરના જન્મ પહેલા જ તેનો પુત્ર સાથેનો એક એડિટેડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
દીપિકા પાદુકોણ અને રણવીર સિંહનો એક ફોટો પણ વાયરલ થયો હતો જેમાં કપલ ગળામાં કેસરી ખેસ પહેરીને બીજેપી માટે વોટ માંગતું જોવા મળ્યું હતું.. સ્કાર્ફ પર વોટ ફોર બીજેપી લખેલું હતું. જોકે વાસ્તવિક ફોટામાં તે સાદો સ્કાર્ફ હતો.