Photos: દિશા પટ્ટણીનો ગ્લેમરસ અવતાર જોઇને છૂટી જશે પરસેવો, ફટાફટ જોઇ લો ઇનસાઇડ ફોટોઝ
Disha Patani Latest Photo: લોકપ્રિય અભિનેત્રી દિશા પટણી અવારનવાર સોશિયલ મીડિયા પર ચાહકો માટે ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. આ વખતે તેણે ઘણી તસવીરો શેર કરી છે જેને લોકો પસંદ કરી રહ્યા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદિશા પટ્ટણીની ફિલ્મો કરતાં તેની તસવીરોની વધુ ચર્ચા થાય છે. દિશાએ હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેનો ગ્લેમરસ લૂક મનમોહક છે.
દિશા પટ્ટણી એ અભિનેત્રીઓમાં સામેલ છે જે ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તમને દિશાની ઘણી ગ્લેમરસ તસવીરો તેના ઈન્સ્ટા આઈડી પર જોવા મળશે. દિશાએ 8 ડિસેમ્બરે ઈન્સ્ટાગ્રામ પર ઘણી તસવીરો શેર કરી છે જેમાં તેણે ટુ પીસ પહેર્યા છે અને આ તસવીરોમાં દિશા ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
દિશાએ 2015માં તેલુગુ ફિલ્મ લોફરથી અભિનયની શરૂઆત કરી હતી. દિશાએ ફિલ્મ એમએસ ધોનીઃ ધ અનટૉલ્ડ સ્ટૉરીથી બૉલીવૂડમાં એન્ટ્રી કરી હતી.
આ પછી દિશાએ 'યોદ્ધા', 'એક વિલન રિટર્ન્સ', 'રાધે', 'મલંગ' જેવી ફ્લૉપ ફિલ્મો કરી છે. દિશા પટ્ટણી ફિલ્મ ભારત અને કલ્કી ફિલ્મોમાં પણ જોવા મળી હતી અને આ ફિલ્મો સફળ રહી હતી. 33 વર્ષની અભિનેત્રી દિશા પટ્ટણીનો જન્મ યુપીના બરેલીમાં થયો હતો. દિશાએ લખનઉની એમિટી યૂનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો અને પછી મૉડલિંગ શરૂ કર્યું.
દિશા પટ્ટણીની આગામી ફિલ્મનું નામ 'વેલકમ ટુ ધ જંગલ' છે જે 2025માં રિલીઝ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સહિત ઘણા સ્ટાર્સ જોવા મળશે. દિશા પટ્ટણીની દરેક તસવીરને ફેન્સ લાઈક કરે છે અને ફેન્સ આ તમામ તસવીરો પર કોમેન્ટ કરે છે.