October OTT Release: કાર્તિકેય 2 થી લઇને રક્ષાબંધન સુધી, ઓક્ટોબરમાં OTT પર આ ફિલ્મો અને વેબ સીરિઝ રીલિઝ થશે
OTT Release In October: ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે. આ સાથે OTT પ્લેટફોર્મ પર ઘણી ફિલ્મો અને વેબ સિરીઝ રિલીઝ થવા જઈ રહી છે. તેમાં ઘણી મહાન થ્રીલર ફિલ્મો અને વેબ સિરીઝના નામ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાઉથ સિનેમાની સુપરહિટ ફિલ્મ કાર્તિકેય 2 બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવા જઈ રહી છે. 5 ઓક્ટોબરે આ ફિલ્મનું ઓનલાઈન સ્ટ્રીમિંગ Zee5 એપ પર કરવામાં આવશે.
Eshow on Pan India 5 ઓક્ટોબરથી OTT પ્લેટફોર્મ Sony Liv પર રિલીઝ થશે. આ ફિલ્મમાં અભિનેતા સુરેશ કૃષ્ણ મહત્વની ભૂમિકામાં છે.
હોલીવુડની એક્શન થ્રિલર ફિલ્મ લાસ્ટ સીન અલાઈવ 1 ઓક્ટોબરના રોજ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે.
અક્ષય કુમારની શાનદાર ફિલ્મ રક્ષા બંધન આગામી 5 ઓક્ટોબરે OTT પ્લેટફોર્મ G5 એપ પર રીલિઝ થશે.
બોલિવૂડ સુપરસ્ટાર માધુરી દીક્ષિત ફિલ્મ ‘મજા મા’ સાથે કમબેક કરવા માટે તૈયાર છે. માધુરીની આ ફિલ્મ 6 ઓક્ટોબરે OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર રિલીઝ થશે.
મુંબઈ માફિયા એક ક્રાઈમ આધારિત વેબ સિરીઝ છે. જો કે આ સિરીઝની રિલીઝ ડેટ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે તે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.