Tamannaah Bhatia: એનિમલ પ્રિન્ટેડ ડ્રેસમાં તમન્નાએ આપ્યા બોલ્ડ પોઝ, જુઓ તસવીરો
બોલિવૂડ એક્ટ્રેસ તમન્ના ભાટીયાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમન્નાએ એનિમલ પ્રિન્ટેડ ડ્રેસ પહેર્યો છે અને તેના અદભૂત દેખાવથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ તસવીરોમાં તમન્નાએ હળવા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે પોઝ આપ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરી રહ્યા છે. તેના કિલર લુક અને આત્મવિશ્વાસે તેના ચાહકોનું દિલ જીતી લીધું છે.
ચાહકો આ તસવીરો પર જોરદાર લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.તમન્ના ભાટીયા હંમેશા તેની ફિલ્મોની સાથે સાથે તેની ફેશન સેન્સથી લોકોનું ધ્યાન ખેંચે છે. તેનો આ લુક પણ ટ્રેન્ડ સેટ કરી રહ્યો છે અને ફેશન પ્રેમીઓને પ્રેરણા આપી રહ્યો છે.
તમન્ના ભાટીયાની સુંદરતાના દરેક લોકો દિવાના છે. 34 વર્ષની ઉંમરે તેની સ્કીન ખૂબ જ ગ્લો કરે છે.
ફિલ્મ સ્ત્રી 2 માં શમાનું પાત્ર ભજવીને ચર્ચામાં આવેલી અભિનેત્રી તમન્ના ભાટીયા તેના અભિનય અને સુંદરતા માટે જાણીતી છે. તેની ગ્લોઈંગ સ્કિન માટે દરેક લોકો દિવાના છે.
તમન્ના ભાટીયા આ દિવસોમાં પોતાના ડાન્સને કારણે ચર્ચામાં છે. તેણે સ્ત્રી 2 માં આઈટમ સોંગ આજ કી રાત પરફોર્મ કર્યું હતું. તેના ડાન્સ મૂવ્સથી ફેન્સ પ્રભાવિત થયા હતા.