રણબીર કપૂરના લગ્નના બીજા જ દિવસે કામ પર પહોંચી નીતુ કપૂર, જુઓ Photos
Neetu Kapoor : બોલિવૂડ કપલ આલિયા ભટ્ટ-રણબીર કપૂર લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આલિયા અને રણબીરના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. રણબીરની માતા નીતુ કપૂરે લગ્નમાં ખૂબ જ મસ્તી કરી હતી. હવે પુત્રના લગ્ન બાદ નીતુ કપૂર કામ પર પરત ફરી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનીતુ કપૂર ટૂંક સમયમાં ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાને જુનિયરને જજ કરતી જોવા મળશે. તે શોના પ્રમોશન માટે ટેલેન્ટ રિયાલિટી શો હુનરબાઝના સેટ પર ગઈ હતી.
નીતુ કપૂરના હુનરબાઝના સેટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તે સેટ પર ખૂબ જ ખુશ દેખાતી હતી.
આ દરમિયાન નીતુ કપૂર બ્લેક આઉટફિટમાં જોવા મળી હતી. તેણીએ બ્લેક ટોપ અને કેપ સાથે ફ્લોરલ બ્લેક પલાઝો પહેર્યો હતો. તેનો લુક ઘણો શાનદાર લાગી રહ્યો છે.
ગુરુવારે પુત્ર રણબીરના લગ્નનો આનંદ માણ્યા બાદ નીતુ કપૂર બીજા દિવસે કામ પર આવી ગઈ. નીતુ કપૂરે સોશિયલ મીડિયા પર આલિયા-રણબીરના લગ્નની ઘણી બધી તસવીરો શેર કરી છે.
ડાન્સ દીવાને જુનિયરના પ્રમોશન માટે કરણ કુન્દ્રાએ પણ નીતુ કપૂરનો સાથ આપ્યો. કરણ કુન્દ્રા આ શોને હોસ્ટ કરતો જોવા મળશે.