ભારતને વર્લ્ડકપ જીતાડનારા ક્રિકેટરના પિતાને ઉઠાવીને જેલમાં નાંખવાની માગણી ટ્રેન્ડિંગ, જાણો શું કર્યું કે લોકો ભડક્યાં?
ખેડૂતો છેલ્લા 12 દિવસથી દિલ્હીમાં કેન્દ્ર સરકાર સામે મોરચો ખોલીને આંદોલન કરી રહ્યાં છે, કૃષિ બિલને લઇને ખેડૂતો પોતાની માંગોને મનાવવા સરકારને અલ્ટીમેટમ પણ આપી ચૂક્યા છે. હજારોની સંખ્યમાં સિન્ધુ બોર્ડર પર ખેડૂતો વિરોધ કરી રહ્યાં છે, જેમાં યોગરાજ સિંહ પણ જોડાયા છે.
ભડકાઉ ભાષણમાં યોગરાજ સિંહ કહેતા દેખાઇ રહ્યાં છે કે આ હિન્દુ ગદ્દાર છે, સો વર્ષ સુધી મુગલોની ગુલામી કરી, એટલુ જ નહીં તેમને મહિલાઓને લઇને પણ વિવાદાસ્પદ નિવેદનો આપ્યા છે.
કેટલાય લોકોએ યોગરાજના ભાષણે નિંદનીય ગણાવ્યુ હતુ. સોશ્યલ મીડિયા પર યોગરાજનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે હિન્દુ મહિલાઓ પર એકદમ આપત્તિજનક વાતો કહેતા દેખાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહ આ પહેલા પણ વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે. અગાઉ તેમને મહેન્દ્ર સિંહ ધોની સામે પણ વિવાદિત નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો હતો.
પૂર્વ ક્રિકેટર યોગરાજ સિંહે ખેડૂત આંદોલનમાં પહોંચીને એકદમ ભડકાઉ ભાષણ આપ્યુ છે. યોગરાજ સિંહે હિન્દુઓને લઇને એક આપત્તિજનક કૉમેન્ટ કરી, જેના લઇને લોકો તેમની ધરપકડ કરવાની માંગ કરી રહ્યાં છે.
નવી દિલ્હીઃ પોતાના નિવેદનોને લઇને હંમેશા વિવાદોમાં રહેનારા પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે.
યોગરાજ સિંહ ખેડૂત આંદોલનને સમર્થન આપવા પહોંચ્યા હતા ત્યાં તેમને આ વિવાદિત કૉમેન્ટ કરી હતી. લોકે ક્રિકેટરના પિતાને ઉઠાવીને જેલમાં નાંખવાની માગણી કરી જે #ArrestYograjSingh ના નામે ટ્રેન્ડિંગ થવા લાગી હતી.