✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મોદી સરકારને હચમચાવી નાંખનારા ખેડૂત આંદોલનના નેતા જોગિંદર સિંહ ઉમરાહ કોણ છે, આર્મી જવાનમાંથી કઈ રીતે બન્યા ખેડૂત નેતા ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Dec 2020 11:50 AM (IST)
1

યૂનિયન તેના જોગિંદર સિંહ ઉગરાહાનું કહેવું છે કે કોર્પોરેટ ભારતીય કારોબારનો એક મોટો હિસ્સો છે. તેઓ હવે કૃષિ સેક્ટરને ગળી જવા માંગે છે. તેથી અમે કારોબારીઓ સામે લડી રહ્યા છીએ. અમારી સીધી લડાઇ તેમની સામે છે. અમને ખબર છે કે મોલ્સ, પેટ્રોલ પંપમાં કામ કરતાં કર્મચારીઓ પર આ પ્રદર્શનની વિપરીત અસર પડી રહી છે પરંતુ અમે મજબૂર છીએ. (તમામ તસવીર સૌજન્યઃ ફેસબુક)

2

જોગિંદર સિંહ ઉમરાહ પંજાબના સૌથી મોટા ખેડૂત સંગઠન ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાના પ્રમુખ છે. 75 વર્ષીય જોગિંદર સિંહનો જન્મ 1945માં ખેડૂત પરિવારમાં થયો હતો. તેમને ચાર ભાઈ અને ચાર બહેન હતા. 1975માં તેઓ ભારતીય સેનામાં ભરતી થયા, પરંતુ પારિવારિક કારણોસર ખેતી છોડી દીધી અને ગામડે જઈ ખેતી કરવા લાગ્યા. સેનામાં રહી ચુકેલા જોગિંદર સિંહ પાસે 5 એકર જમીન છે અને તેઓ સંગરુર જિલ્લાના ઉગરાહા ગામના વતની છે.

3

બીજા ખેડૂત સંગઠનોની તુલનામાં ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાની એક ખાસ વાત છે. જેમકે કોઈ ખેડૂત યૂનિયન સાથે જોડાય તો તેણે રાજકીય પાર્ટીથી અંતર રાખવાનું હોય છે, પરંતુ ભારતીય કિસાન યૂનિયન ઉગરાહામાં આવું નથી. તમે બીજી પાર્ટીમાં પણ રહી શકો છો પરંતુ તમારે માત્ર યૂનિયનમાં એક્ટિવ રહીને કાર્યક્રમોને આગળ વધારવા પડે છે.

4

તેમણે 2002માં ભારતીય કિસાન યૂનિયન ઉગરાહાની સ્થાપના કરી હતી, જે ભારતીય કિસાન યૂનિયનથી અલગ સંગઠન છે. જોગિંદરની છબી એક ઈમાનદાર ખેડૂત નેતા તરીકેની છે. આ કારણે ખેડૂતો તેમના સંગઠનમાં જોડાતા ગયા અને આજે પંજાબનું સૌથી મોટું ખેડૂત યુનિયન બની ચુક્યું છે. આ યુનિયનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ છે.

5

નવી દિલ્હીઃ ખેડૂત આંદોલનનો આજે 11મો દિવસ છે. ગઈકાલે કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે આજે થયેલી પાંચમા તબક્કાની મીટિંગમાં પણ કોઈ પરિણામ આવ્યું નહોતું. આશરે 5 કલાક ચાલેલી મીટિંગમાં ખેડૂતોએ સરકારને કહ્યું કે, તેઓ કાનૂનને પરત લેશે કે નહીં તે સ્પષ્ટ કરે. આગામી બેઠક 9 ડિસેમ્બરે યોજાશે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે સરકાર તેમનો લેખિત ફેંસલો મોકલે અને તે બાદ બેઠકમાં સામેલ થવા પર ફેંસલો લઇશું. ખેડૂત આંદોલન દરમિયાન મોદી સરકારને હચમચાવી નાંખનારા ખેડૂત નેતા જોગિંદર સિંહ ઉમરાહની આજે ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

  • હોમ
  • ફોટો ગેલેરી
  • દેશ
  • મોદી સરકારને હચમચાવી નાંખનારા ખેડૂત આંદોલનના નેતા જોગિંદર સિંહ ઉમરાહ કોણ છે, આર્મી જવાનમાંથી કઈ રીતે બન્યા ખેડૂત નેતા ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.