રવિન્દ્ર જાડેજાને મુદ્દે એવું શું બન્યું કે ઓસ્ટ્રેલિયન કોચ-કેપ્ટને રેફરી સાથે કરી દીધો ઝગડો? રેફરી ઓસ્ટ્રેલિયન હોવા છતાં શું લીધો નિર્ણય?
(ફાઇલ તસવીર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેપ્ટન અને કૉચ બન્નેએ ઇનિંગ્સ પહેલાં જ બાઉન્ડ્રી લાઇન પાસે ઊભા રહીને મેચ રેફરી બુન પાસે આ બાબતનો ખુલાસો માગીને નારાજી સાથે દલીલબાજી કરી હતી. ઉલ્લેખનીયે છે કે મેચ રેફરી ડેવિડ બૂન પણ ઓસ્ટ્રેલિયાનો પૂર્વ ક્રિકેટર છે. (ફાઇલ તસવીર)
આ મામલે બીસીસીઆઇએ ટ્વીટ કરીને લખ્યું- રવિન્દ્ર જાડેજાને પહેલી ટી20 મેચમાં પહેલી ઇનિંગની છેલ્લી ઓવરમાં હેલમેટ પર બૉલ વાગ્યો, ભારતની ફિલ્ડિંગ દરમિયાન યુજવેન્દ્ર ચહલ મેદાન પર ઉતર્યો. બીસીસીઆઇની મેડિકલ ટીમ જાડેજાની સ્થિતિ પર નજર રાખી રહી છે.(ફાઇલ તસવીર)
ખરેખરમાં આ બધુ કન્ક્શન સબસ્ટિટયૂટ નિયમ અંતર્ગત થયુ હતુ, મેચ રેફરી ડેવિડ બુને આઇસીસીની આચારસંહિતા મુજબ ભારતને ચહલને રમાડવાની મંજૂરી આપી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયના મુખ્ય કોચ જસ્ટિન લેંગર અને કેપ્ટન ફિન્ચે મેચ રેફરી બુન સાથે ઝઘડો કરી નાંખ્યો હતો. (ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયન ટીમે પ્રથમ ટી20 13 રનથી ગુમાવી દીધી છે. પ્રથમ ટી20માં હાર બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન અને કૉચે ભારતીય ટીમ અને એમ્પાયર પર ગુસ્સો ઠાલવ્યો હતો, કાંગારુ ટીમની કૉચ અને કેપ્ટને આઇસીસીના નિયમ પ્રમાણે જાડેજાની જગ્યાએ ચહલને મેદાનમાં ઉતારવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. (ફાઇલ તસવીર)
ભારતની બેટિંગ દરમિયાન છેલ્લી ઓવરમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પેસ બોલર મિચેલ સ્ટાર્કનો બોલ હેલમેટ ઉપર વાગ્યો હતો. જેના કારણે જાડેજા ઇજાગ્રસ્ત થયો હતો, અને ઓસ્ટ્રેલિયાની બેટિંગ વખતે ફિલ્ડિંગ માટે ચહલને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.(ફાઇલ તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -