ભારત સામે કારકિર્દી શરૂ કરનારો શ્રીલંકાનો આ ક્રિકેટર ઓસ્ટ્રેલિયામાં બસ ચલાવે છે, નોકરી જ ના રહેતાં બન્યો ડ્રાઈવર
વર્ષ 2010માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કરનારો સૂરજ રણદીવ ઓસ્ટ્રેલિયામાં બસ ડ્રાઇવિંગ ઉપરાંત લૉકલ ક્લબ માટે ક્રિકેટ પણ રમે છે. રણદીવે ભારત સામે જ કારકિર્દી શરૂ કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆટલા મોટા બૉલરની કેરિયરની હાલત એટલી બધી ખરાબ થઇ ગઇ કે તે હવે એક નેટ બૉલર બની ગયો છે. રણદીવ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રૉફીમાં ઓસ્ટ્રેલિયન ટીમનો નેટ બૉલર હતો.
સૂરજ રણદીવે શ્રીલંકાા માટે 12 ટેસ્ટ મેચ અને 31 વનડે મેચ રમી છે. ટેસ્ટમાં તેને 43 વિકેટ અને વનડેમાં 36 વિકેટ ઝડપી છે. આ ઉપરાંત તે વર્ષ 2011માં રમાયેલા વર્લ્ડકપ ઉપ વિજેતા રહેલી શ્રીલંકન ટીમનો પણ ભાગ રહી ચૂક્યો છે.
એકસમયે સૂરજ રણદીવ શ્રીલંકા માટે ટૉપ લેલવની ક્રિકેટ રમતો હતો, પરંતુ પરિસ્થિતિ ખરાબ થવાના કારણે તે હાલ બસ ચલાવી રહ્યો છે.
પરંતુ ખાસ વાત છે કે આ સમયે શ્રીલંકન ટીમમાં એક બૉલર એવો હતો જેનુ નામ ખુબ ચર્ચામાં હતુ, આ નામ છે સૂરજ રણદીવ. આજે ફરી એકવાર સૂરજ રણદીવ ચર્ચામાં આવ્યો હતો. કહેવાઇ રહ્યુ છે કે સૂરજ રણદીવ ઓસ્ટ્રેલિયામાં પોતાનુ જીવન ગુજારવા માટે બસ ચલાવી રહ્યો છે. હાલ તે બસ ડ્રાઇવર બની ગયો છે.
શ્રીલંકન ટીમ ભારત સામે માત્ર 170 રન બનાવીને ધ્વસ્ત થઇ ગઇ. લક્ષ્ય મોટુ ન હતુ ભારતની ત્રણ વિકેટ પણ એટલી ઝડપથી પડી ગઇ કે એક સમય લાગ્યુ કે શ્રીલંકાએ મેચમાં વાપસી કરી લીધી છે. આ પછી ઓપનર વિરેન્દ્ર સહેવાગે પોતાનો અંદાજ બતાવ્યો અને શ્રીલંકન બૉલરની જોરદાર ધૂલાઇ શરૂ કરી દીધી.
નવી દિલ્હીઃ 16મી ઓગસ્ટ 2010ના દિવસે ભારત અને શ્રીલંકા વચ્ચે એક વનડે મેચ રમાઇ રહી હતી, સીરીઝની આ ત્રીજી મેચ હતી અને શ્રીલંકાના કેપ્ટન તિલકરત્ને દિલશાન ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ફેંસલો કર્યો, પરંતુ આ ફેંસલો ટીમ માટે ભારે પડ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -