ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટવાથી સર્જાયા ભયાનક દ્રશ્યો, જુઓ તસવીરો
જોશીમઠથી લગભગ 25 કિલોમીટર દૂર પેંગ ગામની ઉપર મોટો ગ્લેશિયર તૂટ્યો છે. જેના કારણે ધૌલી નદીમાં પૂર આવી ગઈ છે. તેના બાદ હિમસ્ખલન થયું અને ગ્લેશિયરની પૂરના કારણ ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટને મોટું નુકસાન થયું.
અચાનક ડેમ તૂટવાના કારણ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 150 લોકો લાપતા થવાના સમાચાર છે. અત્યાર સુધી બે મૃતદેહ મળી આવ્યા છે.
ઋષિગંગા પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા અનેક મજૂરો ગુમ થયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.
જોશીમઠ અને તપોવનના વિસ્તારમાં આવેલા ઘરોને ખાલી કરવામામાં આવી રહ્યાં છે.
અચાનક ડેમ તૂટવાના કારણ પ્રોજેક્ટમાં કામ કરી રહેલા 150 લોકો લાપતા થવાના સમાચાર છે. અત્યાર સુધી બે મૃતદેહ મળી આવ્યા છે.
જોશીમઠ: ઉત્તરાખંડના જોશીમઠના રેણી નજીક ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ છે. અનેક મકાનો તણાયાની આશંકા છે. પ્રશાસને બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. તપોવનમાં પાવર પ્રોજેક્ટને મોટું નુકસાન થયું છે.