સોનાા ભાવમાં આ કારણે થઈ રહ્યો છે સતત ઘટાડો, જાણો વિગતે
જો રોકાણકારો સોનાથી બિટકોઇન તરફ વળશે તો અબજો ડોલરની કેશ ટ્રાન્સફર થશે. બિટકોઅનની કિંમત તેના સર્વોચ્ચ સ્તરથી છ ટકા ઘટી છે. (તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરાયો છે)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસિક્યોરિટી ફર્મ ધ ગ્રેસ્કેલ બિટકોઇન ટ્રસ્ટ મુજબ, ઓક્ટોબરથી બિટકોઇનમાં આશરે 2 અબજ ડોલરનું રોકાણ થયું છે જ્યારે ગોલ્ડ એક્સચેન્જ ફંડ્સમાં 7 અબજ ડોલર ઉપાડવામાં આવ્યા છે. જેપી મોર્ગન મુજબ, ફેમિલી ઓફિસ એસેટ્સમમાં બિટકોઇનનો હિસ્સો માત્ર 0.18 ટકા છે જ્યારે ગોલ્ડ ઈટીએફનો હિસ્સો 3.3 ટકા છે.
સોનાના ભાવમાં ઘણા સમયમથી ઘટાડો આવી રહ્યો છે. ઓગસ્ટમાં સોનું સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોનું તેની ટોચ પરથી હાલ આશરે 7000 રૂપિયા ગબડી ચુક્યું છે. અમદાવાદમાં 22 કરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 48,990 અને 24 કેરેટ સોનાનો ભાવ 51,100 રૂપિયા છે. જેની પાછળ કોરોના રસીની દિશામાં મળી રહેલી સફળતા સહિત ઘણા કારણો છે. આ ઉપરાંત અમેરિકન બેંક જેપી મોર્ગન ચેસ એન્ડ કુ મુજબ મેઇનસ્ટ્રામ ફાયનાન્સમાં ક્રિપ્ટોકરન્સીનો ઉછાળો પણ અસલી કારણ છે.
બેંકના કવોન્ટેટિવ સ્ટ્રેટેજિસ્ટનું કહેવું છે કે ઓક્ટોબરમાં બિટકોઇન ફંડ્સમાં ઘણું રોકાણ થયું હતું, જેના કારણે રોકાણકારો સોનાથી અંતર જાળવ્યું હતું. રોકાણકારો ક્રિપ્ટોકરન્સીમાં વધારે રોકાણ કરતા હોય તેવો ટ્રેન્ડ હાલ ઉભરી રહ્યો છે. એસેટ ક્લાસ તરીકે ડિજિટલ કરન્સીની લોકપ્રિયતા સતત વધી રહી છે. બેંકનું કહેવું છે કે જો રોકાણકારો સોનાથી દૂર થાય અને ક્રિપ્ટોકરન્સી તરફ વળે તો માર્કેટ માટે ચિંતાનો વિષય છે. બેંકના સ્ટ્રેટજિસ્ટ્સનું કહેવું છે કે હાલ ઈન્સ્ટીટ્યૂશનલ ઈન્વેસ્ટર્સે બિટકોઇનમાં રોકાણની શરૂઆત કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -