Googleની આ છે પાંચ મજેદાર ટ્રિક્સ, એકવાર ટ્રાય કરો પછી જુઓ કમાલ.....
5- Thanos- Marvelના ફેન્સ માટે આ ખુબ મજેદાર ટ્રિક છે. આ ટ્રિક માટે તમારે Google પેજ પર જઇને Thanos ટાઇપ કરવાનુ છે. હવે તમારે રાઇટ સાઇડમાં બાયૉગ્રાફી અંતર્ગત Gauntlet આઇકૉન દેખાશે. આને ક્લિક કરતાં જ Google લિસ્ટિંગથી ગાયબ થવા લાગશે, આ ખુબ મજેદાર ટ્રિક્સ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App4- Askew- શું તમે આ ટ્રિક ટ્રાય કરી છે? નહી ને, તો કરો. ગુગલ પર Askew ટાઇપ કરીને સર્ચ બટન પર ક્લિક કર્યા બાદ તમને Google પેજ થોડુ ટેઢુ દેખાશે. આમ કરવાથી ગૂગલ પેજ તમને સીધુ નહીં દેખાય. આ એક રોચક ટ્રિક્સ છે.
3- Zerg Rush- આ પણ મજેદાર ટ્રિક્સ છે, આનો ઉપયોગ કરવા માટે Google પર zerg rush ટાઇપ કરો. હવે નીચે આપેલા I’m feeling lucky પર ક્લિક કરો. હવે તમારી સામે એક Google પેજ ખુલશે, અને ધીમે ધીમે કંઇક O દેખાશે. આ O ઉપરથી નીચેની બાજુએ પડશે, અને Google લિસ્ટિંગને ગાયબ કરી દેશે.
2- Barrel Roll- જ્યારે તમે સર્ચ કરતા કરતા બૉર થઇ જાઓ ત્યારે તમારે એકવાર Google પર do a barrel roll ટાઇપ કરવાનુ. હવે તમે જેવુ સર્ચ બટન પર ક્લિક કરશો તો Googleનુ પેજ ઓટોમેટિક બે વાર ઘૂમી જશે. તમે ઇચ્છો તો આને 2, 10, 20 અને 100 વાર પણ ઘૂમાવી શકો છો. આ એક મજેદાર ટ્રિક્સ છે.
1-Google Gravity- જો તમારે ગૂગલની Gravity જોવી હોય તો આ ટ્રિકને જરૂર ટ્રાય કરો, આનો ઉપયોગ કરવા માટે તમારે Googleનો હૉમ પેજ પર જઇને Google Gravity ટાઇપ કરવાનુ છે. હવે અહીં આપેલા I’m feeling lucky બટન પર ક્લિક કરો. આવુ કરતા જ Googleનુ પેજ નીચેની બાજુએ પડી જશે, ગૂગલ સર્ચના આઇકૉન પણ ઉલ્ટા દેખાશે.
નવી દિલ્હીઃ ઇન્ટરનેટનો યૂઝ કરતી વખતે હંમેશા સૌથી વધુ યૂઝ ગૂગલનો થાય છે. ગૂગલ એક સર્ચ એન્જિન છે, અને મોટાભાગનુ કામ આપણે ગુગલની મદદથી કરીએ છીએ. ગૂગલ એક ક્લિકમાં દુનિયાની કેટલીય જાણકારી પુરી પાડી દે છે. પરંતુ તમને ખબર છે ગૂગલ માત્ર તમને જાણકારી જ પુરી નથી પાડતુ તમે કંટાળીને બોર થઇ ગયા હોય તો મજા પણ કરાવી શકે છે. કેમકે ગૂગલ પાસે કેટલીક મજેદાર ટ્રિક્સ છે, જેનો યૂઝ કરીને યૂઝર નવો એક્સપીરિયન્સ મેળવી શકે છે. અહીં એવી પાંચ મજેદાર ટ્રિક્સ વિશે બતાવવામાં આવ્યુ છે. કરો ગૂગલ પર ટ્રાય.......
- - - - - - - - - Advertisement - - - - - - - - -