UPમાં એક જ મંડપમાં દુલ્હન બની માતા-દીકરી, અનોખા લગ્ન જોઈને બધા રહી ગયા દંગ
. આ લગ્નોત્સવમાં 63 કપલે સાત ફેરા ફર્યા હતા. જેમાંથી એક મુસ્લિમ દંપત્તિ પણ હતું. આ અવસર પર બીડીઓ ડો. સીએસ કુશવાહા સત્યપાલ સિંહ સહિત જિલ્લા સમાજ કલ્યાણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબેલી દેવીના પતિ હરિહરનું 25 વર્ષ પહેલા મોત થયું હતું. તેમને ત્રણ દીકરી અને બે દિકરા છે. બેલી દેવીની બીજા નંબરની પુત્રી ઈંદુને બાદ કરતાં તમામ સંતાનો પરણીત છે. ઈંદુએ લગ્ન કરવાનું નક્કી કર્યુ હતું. જે બાદ તેની માતાએ પણ દિયર સાથે જિંદગી વિતાવવાનો ફેંસલો કર્યો હતો. બંનેને આ માટે પરિવાર તરફથી મંજૂરી મળતાં પરણી ગયા હતા.
ઉત્તરપ્રદેશના ગોરખપુર જિલ્લામાં એક અનોખા લગ્ન થયા હતા. એક જ મંડપમાં મા-દીકરી દુલ્હન બની હતી. બંનેએ એક જ મંડપમાં સાત ફેરા ફર્યા હતા. માતાની ઉંમર 53 વર્ષ અને દીકરીની ઉંમર 27 વર્ષ છે. પિપરોલી બ્લોકમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના અંતર્ગત બંનેએ લગ્ન કર્યા હતા.
બેલા દેવીએ કહ્યું, જગદીશ ખેડૂત છે અને તે હજુ સુધી કુંવારો હતો. મારા બે દિકરા અને બે દીકરીના લગ્ન થઈ ચુક્યા છે. મારી દીકરીના લગ્નની સાથે મેં પણ દિયર સાથે લગ્ન કરવાનો ફેંસલો લીધો હતો. મારા તમામ બાળકો પણ આ ફેંસલાથી ખુશ છે. માતાની સાથે લગ્ન કરનારી પુત્રી ઈંદુએ કહ્યું, મારા કોઈ પણ ભાઈ-બહેનને મારી માતાના લગ્નથી મુશ્કેલી નથી. મારી માતા અને કાકીએ અમારા બધાનો ખ્યાલ રાખ્યો. બંને એકબીજાનો ખ્યાલ રાખવા સાથે છે તે અમારા માટે ખુશીની વાત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -