રૂપાણી સરકારે રાજ્યના ક્યા 5 IAS અધિકારીને બઢતી આપીને કર્યો પગાર વધારો ? જાણો કોણ છે આ અધિકારી ? હાલમાં ક્યાં બજાવે છે ફરજ ?
અમેરિકામાં વોશિંગ્ટન ડી.સી. ખાતે વર્લ્ડ બેંકમાં સિનિયર એડવાઈઝર તરીકે કામ કરતા રાજીવ ટોપનોને પ્રિન્સિપાલ સેક્રેટરીનો પે સ્કેલ આપવામાં આવ્યો છે. વર્લ્ડ બૅન્કમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે તેમની સેવાઓ ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયાત્રાધામ, નાગરિક ઉડ્ડયન, દેવસ્થાન મૅનેજમેન્ટ અને પ્રવાસન વિભાગમાં સચિવ તરીકે સેવા આપી રહેલા આઈએએસ અધિકારી મમતા વર્માને પણ 1.82થી 2.24 લાખના પે સ્કેલમાં મૂકીને પ્રિન્સિપાલ સેક્ટેરી તરીકેનું સ્ટેટસ આપવામાં આવ્યું છે. મમતા વર્મા પણ ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે કામ કરવાનું ચાલુ રાખશે.
હાલમાં ટોકીયોમાં ભારતીય રાજદૂતાલયમાં સેવા આપી રહેલાં આઈએએસ અધિકારી મોના ખંધારને બઢતી સાથે પગારમાં વધારો આપવામાં આવ્યો છે. તેમને પ્રિન્સિપાલ સેક્રેટરીના લેવલ પર મૂકી આપવામાં આવ્યા છે. તેમને ભારત સરકારની સેવામાં ચાલુ રાખવામાં આવ્યા છે.
વોશિંગ્ટન ડી.સી. અમેરિકામાં ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ (આઈએમએફ)માં સિનિયર એડવાઈઝર ડૉ. ટી. નટરાજનને પણ પ્રિન્સિપાલ સેક્રેટરીના તરીકે બઢતી અપાઈ છે. ભારત સરકારના પ્રતિનિધિ તરીકે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડમાં તેમની સેવા ચાલુ રાખવામાં આવી છે.
અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમારને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનું સ્ટેટસ આપવામાં આવ્યું છે પણ તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીક સેવા આપવાનું ચાલુ રાખશે.
અમદાવાદઃ ગુજરાત સરકારે પાંચ આઈએએસ અધિકારીઓને બઢતી આપી છે. આ તમામ અધિકારીઓને પ્રિન્સિપાલ સેક્રેટરીના ગ્રેડમાં મૂકવામાં આવ્યા છે. આ પાંચ અધિકારીઓમાં મોના ખંધાર, ડૉ. ટી. નટરાજન, રાજીવ ટોપનો, મમતા વર્મા અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે. આ તમામ અધિકારીને .82-2.24 લાખના પે સ્કેલમાં મૂકીને પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનું સ્ટેટસ આપવામાં આવ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -