Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
મહેસાણાઃ લોકગાયિકા કાજલ મહેરીયા ફસાઈ વધુ એક વિવાદમાં, જાણો શું કર્યું કે કાજલ સામે નોંધાઈ પોલીસ ફરિયાદ ?
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરીને કાજલે સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. તેના કારણે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મહેસાણામાં જિલ્લામાં વિસનગરના વાલમ ગામે લગ્ન પ્રસંગે મોટી સંખ્યામાં લોકોની ભીડ જામી હતી. લોકગાયિકા કાજલ મહેરિયાની હાજરીમાં સોશિયલ ડિસ્ટંસિંગના ધજાગરા ઉડ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાઃ જાણીતી લોકગાયિકા કાજલ મહેરીયા વધુ એક વિવાદમાં ફસાઈ છે. કાજલ મહેરિયા સામે કોરોના ગાઈડલાઈનનો ભંગ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગના ધડાગરા ઉડાડવા બદલ પોલિસ ફરીયાદ નોંધાઈ છે. વાલમ ગામે લગ્નમાં વરાઘોડો કાઢવામાં આવ્યો તેમાં કાજલ મહેરીયા હાજર રહી હતી.
વરઘોડામાં કાજલ મહેરિયાના સૂર પર લોકો ઝૂમી રહ્યા હતા. આ વરઘોડામાં મોટા ભાગના લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા. આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે ફરિયાદ નોંધી છે.
કાજલ મહેરિયાએ સોશિયલ એકાઉન્ટ પર પોતાનો વીડિયો લાઈવ કર્યો હતો. આ વીડિયોમાં લગ્નના વરઘોડામાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા એ જોઈ શકાય છે.
આ પહેલાં અન્ય લોકગાયિકા કિંજલ દવેએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના ધડાગરા ઉડાડ્યા હતા. કિંજલ બાદ હવે ગાયક કલાકાર કાજલ મહેરિયાએ ખુલ્લેઆમ મહેસાણામાં લગ્નપ્રસંગમાં વરઘોડો કાઢીને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કર્યો છે. કોરોના ગાઈડલાઈન મુજબ 100 લોકો સાથે જ લગ્નપ્રસંગની મંજૂરી છે ત્યારે આ વરઘોડામં 200થી વધારે લોકો લગ્નમાં નાચતા નજરે પડ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -