ઓસ્ટ્રેલિયા સામે ભારતને હારમાંથી બચાવનારા હનુમાની પત્નિ છે ફેશન ડીઝાઈનર, ફિલ્મોને ટક્કર મારે એવી છે બંનેની લવ સ્ટોરી
(ફાઇલ તસવીર)
વર્ષ 2018માં વિહારીને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ભારતીય ટેસ્ટ ટીમમાં ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો. હનુમાએ અત્યાર સુધી 11 ટેસ્ટ મેચ રમી છે, 500થી વધુ રન બનાવ્યા છે, જેમા એક સદી અને ચાર અડધી સદી સામેલ છે. (ફાઇલ તસવીર)
હનુમા વિહારની કેરિયરની વાત કરીએ તો તે ઘરેલુ ક્રિકેટ આંધ્રા અને હૈદરાબાદની ટીમ તરફથી રમી રહ્યો છે, આઇપીએલમાં તે દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ સાથે પણ જોડાયો છે. (ફાઇલ તસવીર)
હનુમાએ એકવાર કિસ્સો સંભળાવ્યો હતો, તેને જણાવ્યુ કે એકવાર અમે એક ક્લબમાં બેઠા હતા, હું પ્રીતિ મળવા ઇચ્છતો હતો, તે સમયે તે બિરયાની ખાઇ રહ્યો હતો, જ્યારે બીજા હાથમાં ઇડલી સાંભારની પ્લેટ હતી. તે રાત્રે દિવાલ કુદીને પ્રીતિને મળવા તેના ઘરે પહોંચી ગયો હતો. (ફાઇલ તસવીર)
દક્ષિણ ભારતના રાજ્ય આંધ્રપ્રદેશના કાકિનાડામાં જન્મેલા 23 વર્ષીય ઓલરાઉન્ડર હનુમા વિહારીને 2018માં જ ભારતીય ટેસ્ટ ટીમમા જગ્યા મળી છે. પરંતુ આજની ઇનિંગથી સૌ કોઇ ચોંકી ગયા. બેટિંગની સાથે સાથે હનુમા પોતાની લવ લાઇફ અને પત્નીને લઇને પણ ખુબ ચર્ચામાં આવી ગયો છે. (ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા સામે ભારતને હારમાંથી બહાર કાઢનારા દક્ષિણ ભારતના સ્ટાર ક્રિકેટર હનુમા વિહારની દેશભરમાં પ્રસંશા થઇ રહી છે. હનુમા વિહારીની બેટિંગના દરેક લોકો કાયલ થયા છે. (ફાઇલ તસવીર)
ઇજાગ્રસ્ત હોવા છતાં હનુમાએ પોતાની બેટિંગ ચાલુ રાખી અને પાંચમા દિવસે ધૈર્ય પૂર્ણ બેટિંગ કરીને ત્રીજી ટેસ્ટને ડ્રૉ કરાવી હતી. હનુમાએ બીજી ઇનિંગમાં 161 બૉલ રમીને 23 રનની ઇનિંગ રમી હતી. (ફાઇલ તસવીર)
હનુમા વિહારીએ ખુદ એક ઇન્ટરવ્યું કહ્યું હતુ કે, જ્યારે લગ્ન ન હતા થયા ત્યારે તે પ્રેમિકાને મળવા તેના ઘરની દિવાલ કુદીને પહોંચી જતો હતો, તે પોતાની ગર્લફ્રેન્ડને બિરયાની અને ઇડલી સાંભાર પણ ખવડાવવા લઇ જતો હતો. તેને કહ્યું કે તે હૈદરાબાદથી રાત્રે વારંગલ જતો રહેતો હતો. હૈદરાબાદથી વારંગલ લગભગ 300 કિલોમીટર દુર છે. (ફાઇલ તસવીર)
હનુમા વિહારીએ 19 મે, 2019ના રોજ પોતાની લૉન્ગટાઇમ ગર્લફ્રેન્ડ પ્રીતિરાજ સાથે લગ્ન કરી લીધા હતા, બન્નએ તેલુગુ રીતિ રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. હનુમાએ 1500 સંબંધીઓના હાજરીમાં પ્રીતિરાજના પિતા જેરવા રાજાનદ રેડ્ડીના હૉમટાઉન હનામાકોન્ડા, વારાંગલમાં લગ્ન સંપન્ન કર્યા હતા. વિહારીની પત્ની ફેશન ડિઝાઇનર છે. આ તો વાત થઇ વિહારીના લગ્નની પરંતુ તેની લવ સ્ટૉરી પણ જબરદસ્ત રોમાંચક છે. (ફાઇલ તસવીર)