2020માં સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી બની આ હૉટ એક્ટ્રેસ, કમાણીનો આંકડો જાણીને તમે પણ ચોંકી જશો.....
કાયલીએ 2019માં 23 વર્ષની ઉંમરે જ અબજપતિનો ખિતાબ જીત્યો હતો, આ પહેલા પણ કાયલી જ્યારે 21 વર્ષની હતી ત્યારે પણ તેને 360 મિલિયન ડૉલરની કમાણી કરી હતી, અને તે ટૉપ પર પહોંચી ગઇ હતી. (ફાઇલ તસવીર)
ફૉર્બ્સના લિસ્ટમા બીજા નંબર પર કાન્યે વેસ્ટ છે, કાન્યે વેસ્ટ કાયલી જેનરના જીજા છે, અને લિસ્ટમાં બીજા નંબર પર છે. મેગેઝિન અનુસાર કાયલી જેનર અને કૈની વેસ્ટે વર્ષ 2020માં લગભગ 6.1 બિલિયન અમેરિકન ડૉલરની કમાણી કરી હતી. (ફાઇલ તસવીર)
ખાસ વાત છે કે કાયલી એક એક્ટ્રેસ હોવાની સાથે સાથે કૉસ્મેટિક કંપની કાયલી કૉસ્મેટિક્સની માલિક પણ છે. આ કંપનીની શરૂઆત વર્ષ 2016માં થઇ હતી, અને કંપનીની વેલ્યૂ 90 કરોડ ડૉલરથી પણ વધારે બતાવવામાં આવી રહી છે. (ફાઇલ તસવીર)
અમેરિકામાં રહેનારી 23 વર્ષીય ફિમેલ એક્ટર કાયલી જેનરે કમાણીના મામલે મોટા મોટા દિગ્ગજ મેલ એક્ટરોને પણ પછાડી દીધા છે. (ફાઇલ તસવીર)
જી, હા, એક્ટ્રેસ કાયલી જેનર આ વર્ષે એટલે 2020માં સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટી બની ગઇ છે. ફૉર્બ્સ મેગેઝિન અનુસાર કાયલીએ આ વર્ષે 590 મિલિયન ડૉલર એટલે કે 40 અબજ રૂપિયાની કમાણી કરી છે. (ફાઇલ તસવીર)
નવી દિલ્હીઃ દુનિયાની ફેમસ મેગેઝીન ફૉર્બ્સે દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધુ કમાણી કરનારી સેલિબ્રિટીઝનુ લિસ્ટ જાહેર કરી દીધુ છે. આ વખતના લિસ્ટમાં ખાસ વાત એ છે કે આના પહેલા નંબર પર કોઇ મેલ એક્ટરનુ નહીં પરંતુ અમેરિકાની રિયાલિટી ટીવી સુપરસ્ટાર અને બિઝનેસ ટાયકૂનનુ નામ છે. આ હૉટ એક્ટ્રેસ છે કાયલી જેનર...... (ફાઇલ તસવીર)