ભારતીય ટીમે જુસ્સા સાથે મેળવી બ્રિસ્બેનમાં ઐતિહાસિક જીત, કાંગારુઓને દરેક મોરચે કર્યા પસ્ત, જુઓ તસવીરોમાં....
છેલ્લે વિકેટકીપર પંત અડીખમ ઉભો રહ્યો અને ટીમ ઇન્ડિયાને ગાબા મેદાન પર ચોગ્ગો ફટકારીને ઐતિહાસિક જીત અપાવી હતી.
ગીલ અને પુજારાએ બીજી વિકેટ માટે 114 રનોની જબરદસ્ત પાર્ટનરશીપ કરી, બાદમાં ગીલ 91 રન નાથન લિયોનનો શિકાર બન્યો હતો.
ઉપરાંત ગાબાની પાંચમા દિવસની તુટી ગયેલી પીચ પર ગુજરાતી વૉલ ચેતેશ્વર પુજારાએ ફરી એકવાર કાંગારુઓને હંફાવ્યા. તેને ઐતિહાસિક જીતમાં મહત્વની બેટિંગ કરી બતાવી.
વળી શુભમન ગીલે દમદાર પ્રદર્શન કરતા 146 બૉલમાં 91 રનની ઉપયોગ ઇનિંગ રમી, જેમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગા સામેલ હતા. જોકે, સદીથી ચૂકી ગયો હતો.
આ સાથે પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 1000 રન બનાવનારો ભારતીય વિકેટકીપર બની ગયો છે.
ભારતીય ટીમની ઐતિહાસિક જીતમાં વિકેટકીપર બેટ્સમેન ઋષબ પંત અને શુભમન ગીલ હીરો સાબિત થયા. પંતે 138 બૉલમાં 89 રન ફટકારીને મેચ જીતાડી હતી.
વર્ષ 2018માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તેમના જ ઘરમાં ટેસ્ટ સીરીઝ જીતનારી એશિયાની પહેલી ટીમ બની હતી. હવે આ કારનામુ ફરી એકવાર ટીમ ઇન્ડિયાએ કરી બતાવ્યુ છે.
ખાસ વાત છે કે ભારતે બીજીવાર ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરીઝ જીતી છે. આ પહેલા 2018-19 પ્રવાસ દરમિયાન પણ ભારતે ઓસ્ટ્રેલિયન ટીમને ઘરઆંગણે પછડાટ આપી હતી, ત્યારે પણ ચાર મેચોની સીરીઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યુ હતુ.
નવી દિલ્હીઃ બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાયેલી નિર્ણાયક મેચમાં ભારતીય ટીમ દમદાર પ્રદર્શન કરતા જબરદસ્ત જીત મેળવી, આ જીત ઐતિહાસિક બની ગઇ કેમકે અહીં ચોથી ઇનિંગમાં 300થી વધુ રનનો ટાર્ગેટ કોઇ ટીમ ચેઝ નથી કરી શકી. બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીની ચાર મેચોની સીરીઝમાં ભારતીય ટીમે 2-1થી સીરીઝ પર કબજો જમાવી દીધો છે.