ઓસ્ટ્રેલિયા સામે રોહિત શર્મા કઇ ટેસ્ટ રમવા મેદાનમા ઉતરશે, ફિટનેસને લઇને શું આવ્યુ મોટુ અપડેટ
બીસીસીઆઇએ એક નિવેદનમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં બે અઠવાડિયાના આઇસૉલેશન માટે તેને એક વિસ્તૃત કાર્યક્રમ આપવામાં આવ્યો છે, જેનો પ્લાન કરવો પડશે. આઇસૉલેશન પુરુ થયા બાદ ભારતીય ટીમની મેડિકલ ટીમ તેની તપાસ કરશે. તે પ્રમાણે બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીમા તેની ભાગીદારી પર ફેંસલો કરવામાં આવશે.ફાઇલ તસવીર
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઇઃ અનુભવી બેટ્સમેન રોહિત શર્મા 17 ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરૂ થનારી ચાર ટેસ્ટ મેચોની સીરીઝ પહેલા શુક્રવારે બેગ્લુંરુ સ્થિત રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમી (એનસીએ)માં ફિટનેસ ટેસ્ટ પાસ કરી લીધો છે, અને આજે ઓસ્ટ્રેલિયા રવાના થશે. ફાઇલ તસવીર
ઉલ્લેખનીય છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટી સીરીઝ આગામી 17 ડિેસેમ્બરથી શરૂ થઇ રહી છે. આ પહેલા રમાયેલી બન્ને પ્રેક્ટિસ મેચ ડ્રૉ રહી છે. પ્રથમ ટેસ્ટ બાદ કોહલી ભારત પરત ફરશે, જ્યારે રોહિતની હાજરીથી ટીમ ઇન્ડિયા મજૂબત બની શકે છે.ફાઇલ તસવીર
ફાઇલ તસવીર
બીસીસીઆઇએ શનિવારે કહ્યું અનુભવી બેટ્સમેન રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલી ટીમ સાથે જોડાવવા માટે મેડિકલી ફિટ છે પરંતુ ટેસ્ટ સીરીઝની છેલ્લી બે મેચોમાં તેના રમવા પર ફેંસલો ટીમની મેડિકલ ટીમ ફરીથી આકલન કર્યા બાદ લેશે.ફાઇલ તસવીર
યુએઇમાં તાજેતરમા થયેલી આઇપીએલ દરમિયાન રોહિત શર્મા હેમસ્ટ્રીંગની ઇજા થઇ હતી. આ કારણે તે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં પ્રથમ બે ટેસ્ટ મેચો માટે અવેલબેલ ન હતો થઇ શક્યો. ફાઇલ તસવીર
- - - - - - - - - Advertisement - - - - - - - - -