કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઈન્ડિયાએ કર્યુ વિરાટ કારનામું, બનાવ્યો આ ખાસ રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 194 રન બનાવ્યા હતા. ફિંચની ગેરહાજરીમાં કેપ્ટનશિપ કરી રહેલા મેથ્યુ વેડે 32 બોલમાં 58 રન, સ્ટીવ સ્મિથે 38 બોલમાં 46 રન, મેક્સવેલે 13 બોલમાં 22 રન, હેનરિક્સે 18 બોલમાં 26 રન બનાવ્યા હતા. સ્ટોયનિસ 7 બોલમાં 16 રન અને ડેનિયસ સેમ્સ 3 બોલમાં 8 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા. ભારત તરફથી ટી નટરાજને 20 રનમાં 1, શાર્દુલ ઠાકુરે 39 રનમાં 1 અને ચહલે 51 રનમાં 1 વિકેટ લીધી હતી. (તસવીર સૌજન્યઃ ક્રિકેટ ડોટ કોમ ડોટ એયુ ટ્વિટર)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયામાં ટી-20, વન ડે અને ટેસ્ટ સીરિઝ જીતનારો પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો હતો. કોહલીએ ઓસ્ટ્રેલિયા સામે 2018-19માં ટેસ્ટ અને વન ડે સીરિઝ તથા 2020માં ટી-20 સીરિઝ જીતી છે. (તસવીર સૌજન્યઃ બીસીસીઆઈ ટ્વિટર)
ભારતની જીત સાથે ટીમ ઈન્ડિયાએ કોહલીની કેપ્ટનશિપમાં મોટો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતીય ટીમે સતત 9મી આંતરરાષ્ટ્રીય ટી-20 જીતી હતી. 2020 ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને પાંચ, શ્રીલંકાને બે અને ઓસ્ટ્રેલિયાને બે મેચમાં હરાવ્યું છે. આ ઉપરાંત એક મેચ રદ્દ થઈ છે. સતત જીત મામલે વર્લ્ડ રેકોર્ડ અફઘાનિસ્તાનના નામે છે. અફઘાનિસ્તાને સતત 12 ટી-20 મેચ જીતી છે.
સિડનીઃ બીજી ટી-20માં ભારતે ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હાર આપી હતી. આ સાથે ત્રણ મેચની સીરિઝ પર ભારતે 2-1થી કબજો કર્યો હતો. મેચ જીતવા 195 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 19.4 ઓવરમાં હાંસલ કર્યો હતો.ભારત તરફથી કેએલ રાહુલે 22 બોલમાં 30 રન, શિખર ધવને 36 બોલમાં 52 રન, વિરાટ કોહલીએ 24 બોલમાં 40 રન અને શ્રૈયસ ઐયરે 10 બોલમાં 15 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 22 બોલમાં 42 અને શ્રેયસ ઐયર 5 બોલમાં 12 રન બનાવી નોટ આઉટ રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -