IPL: તોફાની બેટિંગ માટે જાણીતા આ 5 વિદેશી ક્રિકેટરોનું કોઈ લેવાલ નહીં, વેચાયા જ નહીં
માર્નસ લાબુશાનેઃ ઓસ્ટ્રેલિયાનો આ ક્રિકેટર આંતરરાષ્ટરીય ક્રિકેટમાં પોતાની અલગ છાપ છોડી ચુક્યો છે. પરંતુ આઈપીએલમાં કોઈએ તેને ખરીદ્યો નહોતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરિ એન્ડરસનઃ ન્યૂઝિલેન્ડના આ ઓલરાઉન્ડરે કરિયરની શરૂઆતમાં પોતાની ધમાકેદાર બેટિંગનું બધાનું ધ્યાન ખેંચ્યું હતું. પરંતુ ખાસ દેખાવ કરી શક્યો નથી. આઈપીએલની 30 મેચમાં તેણે 538 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 95 રન નોટ આઉટ છે.
એરોન ફિંચઃ ઓસ્ટ્રેલિયાના વન ડે અને ટી-20ના કેપ્ટન ફિંચે આઈપીએલની 87 મેચમાં 127.7ના સ્ટ્રાઇક રેટથી 2005 રન બનાવ્યા છે. જેમા તેનો સર્વોચ્ચ સ્કોર 88 નોટ આઉટ છે.
જેસન રોયઃ ઈંગ્લેન્ડને પ્રથમ વખત વર્લ્ડકપ વિજેતા બનાવવામાં મહત્વનું યોગદાન આપનારા જેસન રોયે આઈપીએલની 8 મેચમાં 179 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર 91 નોટ આઉટ છે.
એલેક્સ હેલ્સઃ ઈંગ્લેન્ડના આ ક્રિકેટર બિગ બેશ લીગમાં ધમાલ મચાવીને 160ના સ્ટ્રાઇક રેટથી 543 રન ફટકાર્યા હતા. આઈપીએલની 6 મેચમાં તેણે 148 રન બનાવ્યા છે.
IPLની 14મી સીઝન માટેનું ઓક્શન ગુરુવારે ચેન્નઈમાં થયું હતું. આ ઓક્શન મહત્તમ 61 સ્લોટ્સ માટે થયું હતું. આ યાદીમાં 164 ભારતીય અને 128 વિદેશી ખેલાડીઓ હતા. જેમાં ત્રણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના સહયોગી સભ્યો પણ છે. કુલ 61 ખેલાડી માટે આઠ ફ્રેન્ચાઇઝીએ બોલી લગાવી હતી. તમામ આઠ ફ્રેન્ચાઈઝીઓએ હરાજીમાં 145.30 કરોડ રૂપિયા ખર્ચ કર્યો અને 56 ખેલાડીઓ ખરીદ્યા હતા. આ દરમિયાન પોતાની તોફાની બેટિંગ માટે જાણીતા 5 વિદેશી ખેલાડી પર કોઈએ દાવ જ નહોતો લગાવ્યો. (તસવીર સૌજન્યઃ આઈપીએલ ટ્વીટર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -